ડિનર પાર્ટીમાં કરીના, મલાઇકા, અમૃતાનો સુપર સ્ટાઇલિશ અંદાજ, વીડિયો જોઇ ચાહકોએ કહ્યુ- શું વાત છે !

કરીના કપૂરનું નાઇટ આઉટ, સાથે જોવા મળી અમૃતા અને મલાઇકા અરોરા, મનીષ મલ્હોત્રાએ પણ આપી કંપની

બોલિવુડમાં આમ તો ઘણા સ્ટાર્સ એવા છે, જે એકબીજાના સારા મિત્રો છે. પરંતુ બી ટાઉનની ખૂબસુરત અભિનેત્રી કરીના કપૂર ખાન, ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરાની મિત્રતા ઘણીવાર ચર્ચામાં રહે છે. હંમેશા આ ગર્લ ગેંગ મસ્તી અને ધમાલ કરતા નજર આવે છે.

એકવાર ફરી કરીના, મલાઇકા અને અમૃતા અરોરાને લાંબા સમય બાદ એક રેસ્ટોરન્ટથી બહાર નીકળતા સ્પોટ કરવામાં આવી હતી. આ ગર્લ ગેંગ સાથે મશહૂર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને એક બીજો મિત્ર પણ નજર આવ્યો હતો. બહાર નીકળ્યા બાદ બધાએ એકસાથે પેપરાજીને પોઝ પણ આપ્યો હતો. આ ગેંગનો એક વીડિયો સામે આવ્યો છે,

જેમાં કરીના કપૂર ખાન, મલાઇકા અરોરા અને અમૃતા અરોરા સાથે મનીષ મલ્હોત્રા પણ જોવા મળે છે. ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કર્યા બાદ હંમેશાની જેમ બહાર નીકળી ઘરે રવાના થતા પહેલા બધા મિત્રોએ પેપરાજી સામે પોઝ આપ્યો હતો. ડિનર ડેટ માટે નીકળેલી ત્રણેય અભિનેત્રીઓ હંમેશાની જેમ સ્ટાઇલિશ લાગી રહી હતી.

લુકની વાત કરીએ તો, બેબો ઓલિવ પ્રિન્ટેડ જેકેટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતો, જેણે તેણે એક સફેદ ટી શર્ટ અને બ્લેક ડેનિમ સાથે પેયર કર્યુ હતુ. ત્યાં મલાઇકા ગ્રે કો-ઓર્ડિન સેટમાં અને અમૃતા ફુલ સ્લીવ ટોપ, લેધર જેકેટ અને બ્લેક હીલ્સમાં જોવા મળી હતી. આ ગેંગની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

=”

Shah Jina