...
   

વડોદરા બોટ દુર્ઘટના મામલે આવ્યો એક નવો વળાંક, પૈસા બચાવવા માટે ભાગીદારોએ કર્યું એવું ષડયંત્ર કે તમારો પિત્તો પણ છટકી જશે, જુઓ

હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોતના સોદાગરો એ રૂપિયા બચાવવા માટે કર્યા હતા એવા એવા કાંડ કે જાણીને તમારું લોહી ઉકળી જશે, જુઓ તપાસમાં શું થયા ખુલાસા ?

Shocking revelations Harani boat accident : ગત 18 જાન્યુઆરીનો દિવસ ગુજરાતના ઇતિહાસ માટે કાળા દિવસ સમાન હતો. કારણ કે એ સાંજે વડોદરાના હરણી લેકમાં સ્કૂલના બાળકોની બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકો મોતને ભેટ્યા હતા. આ ઘટનાએ આખા ગુજરાતમાં જ નહિ પરંતુ દેશભરમાં ચર્ચાનો માહોલ ગરમ કર્યો હતો અને આ સમગ્ર ઘટના માનવ બેદરકારીના કારણે જ થઇ હોવાનું પણ સામે આવ્યું હતું. આ દુર્ઘટનાના 6 આરોપીઓ હજુ પણ ફરાર છે અને આ મામલે તપાસમાં એક પછી એક નવા ખુલાસા પણ સામે આવી રહ્યા છે.

નિયમો ખબર જ નહોતા :

હાલ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની પુછપરછ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. જેમાં સામે આવ્યું છે કે લેક ઝોનના ભાગીદારોને પોતાને જ બોટિંગના નિયમો વિશેની કઈ ખબર નહોતી, તેમને બોટીંગમાં શું જરૂરી હોય, બોટિંગ માટે કેવા પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની કોઈપણ જાણકારી જ નહોતી. આ ઉપરાંત લેકમાં તેમના સંચાલન હેઠળ ચાલતી રાઇડ્સ માટે કેવા કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની તસ્દી સુદ્ધાં પણ તેમને લીધી નહોતી.

પૈસા બચાવવા ગેરરીતિ :

ફક્ત એટલું જ નહિ, બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરી કરનાર નિલેશ જૈને પૈસા બચાવવાની લાલચે લાયકાત વગરના અને બિન અનુભવી સ્ટાફને પસંદ કર્યો હતો. આ ઉપરાંત સંચાલકોએ લાયસન્સો, વીમા કે પછી રજીસ્ટ્રેશન સુદ્ધાં પણ કરાવ્યું નહોતું. ત્યારે આ ઘટનાને લઈને FSL તપાસમાં સામે આવ્યું છે કે બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકો બેસાડવાના કારણે બોટ પલ્ટી ગઈ હતી. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Niraj Patel