…તો આ કારણે સાનિયા મિર્ઝાએ શોએબથી અલગ થઇ! પાક. ક્રિકેટરની બહેનોએ ધડાકો કર્યો

Tenis Star Sania Mirza and Shoaib Malik Divorce News Updates | પાકના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે ગઈકાલે શનિવારે હિરોઈન સના જાવેદ સાથેના લગ્નની જાહેરાત કરી હતી. આ સાથે એ વાતની પુષ્ટિ થઈ ગઇ કે તે નિવૃત્ત ઇન્ડિયન ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાથી અલગ થઈ ગયો છે.

શોએબ મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેના ત્રીજા લગ્નની તસવીરો શેર કરી હતી, પરંતુ પાકિસ્તાની મીડિયાના એક અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શોએબના પરિવારનો કોઈ સભ્ય લગ્નમાં સામેલ થયો ન હતો.

આ સાથે જ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ શોએબથી અલગ થવાનો નિર્ણય કેમ લીધો તે પણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પિતાએ પુષ્ટિ કરી છે કે તે હિરોઈન સના જાવેદ સાથેના લગ્ન વચ્ચે શોએબ મલિક સાથે સાનિયાએ તલાક નહીં પણ ‘ખુલા’ લીધા છે.

તેનો મતલબ એ છે કે વાઈફ હસબન્ડની પરવાનગી વિના છૂટાછેડા લઈ શકે છે. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સાનિયા મિર્ઝા શોએબ મલિકના કથિત લગ્નેતર સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ)થી કંટાળી ગઈ હતી.

આ સ્પષ્ટતા શોએબ મલિકની બહેનોએ કરી છે. ઘણા સમયથી તેમના અલગ થવાના સમાચાર આવી રહ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ તેની પુષ્ટિ કરી ન હતી, પરંતુ હવે શોએબના ત્રીજા નિકાહ સાથે બધું સ્પષ્ટ થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે ઇન્ડિયન ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા-શોએબ મલિક વચ્ચે પ્રથમ મુલાકાત વર્ષ 2004-2005માં ઇન્ડિયામાં થઇ હતી. પછી બન્ને વચ્ચે વધુ વાતચીત થઇ નહતી. પછી બન્નેએ 2009-2010માં એક બીજાને ઓસ્ટ્રેલિયના હોબાર્ટ શહેરમાં મળ્યા હતા.

5 મહિના સુધી એક બીજાને ઓળખ્યા પછી બન્નેએ નિકાહ કરવાનો નિર્ણય કર્યો હતો. લગ્ન હૈદરાબાદમાં થયા હતા. તે પછી લાહોરમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. લગ્નના 8 વર્ષ પછી પુત્ર ઇઝહાનનો જન્મ થયો હતો.

YC