સાનિયા મિર્ઝાના પતિ ક્રિકેટર શોએબ મલિકે કરી લીધા ત્રીજા લગ્ન, તસવીરો જોઈ હોંશ ઉડી જશે

Shoaib Malek third marriage : છેલ્લા ઘણા સમયથી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પાકિસ્તાની પતિ અને ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છૂટાછેડાની અટકળો ચાલી રહી હતી, એવી વાત પણ સામે આવી હતી કે બંને અલગ રહે છે અને શોએબ કોઈ બીજા સાથે પણ લગ્ન કરવાનો છે,

ત્યારે હાલ એક ખબરે લોકોના હોશ ઉડાવી દીધા છે. શોએબ મલિકે અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. શોએબના આ ત્રીજા લગ્ન છે. શોએબના પહેલા લગ્ન આયેશા સિદ્દીકી સાથે થયા હતા. બીજા લગ્ન 2010માં પૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે થયા હતા.

શોએબે કર્યા ત્રીજા લગ્ન :

સાનિયા અને શોએબ  લગ્નની ચર્ચા ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશોમાં થઈ હતી. વાસ્તવમાં શોએબ અને સાનિયાના સંબંધો ઘણા સમયથી સારા નહોતા ચાલી રહ્યા. સાનિયાએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આ અંગે સંકેત આપ્યા હતા.

આ બંને વચ્ચેના ખરાબ સંબંધો વચ્ચે સનાની એન્ટ્રી થઈ હતી. શોએબ અને સના જાવેદના સંબંધોના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા. પરંતુ બંનેએ સત્તાવાર રીતે કંઈ જણાવ્યું ન હતું.

લગ્નની તસવીરો આવી સામે :

પરંતુ હવે શોએબે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લગ્નના સમાચાર આપ્યા છે. સના અને શોએબ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને ઘણી વખત મળ્યા હતા અને અચાનક જ ચાહકોમાં તેમના લગ્નના સમાચાર શેર કર્યા હતા.

શોએબે પહેલીવાર આયેશા સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 2002માં લગ્ન કર્યા હતા. આયેશા હૈદરાબાદની એક મોડલ છે. આ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. શોએબે સાનિયા મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા.

સાનિયા સાથે 14 વર્ષ ચાલ્યો સંબંધ :

આ બંને વચ્ચેનો સંબંધ લગભગ 14 વર્ષ સુધી ચાલ્યો. હવે શોએબે ત્રીજા લગ્ન કર્યા છે. શોએબે સાનિયાને લગભગ 5 મહિના સુધી ડેટ કરી હતી. આ પછી તેઓએ લગ્ન કરી લીધા. આ બંનેની પહેલી મુલાકાત 2004-2005માં થઈ હતી.

તમને જણાવી દઈએ કે સાનિયા અને શોએબ વચ્ચેના સંબંધો લાંબા સમયથી સારા રહ્યા હતા. સાનિયાએ પોતાની આત્મકથામાં શોએબના સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે શોએબ તેની લાઈફમાં ત્યારે આવ્યો જ્યારે તે પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચિંતિત હતી.

Niraj Patel