‘ઝલક દિખલા જા 11’ ફિનાલે પહેલા બીમાર પડ્યો શોએબ ઇબ્રાહિમ, દીપિકાએ તસવીર શેર કરી કહ્યુ- શરીર નથી આપી રહ્યુ સાથ…

હોસ્પિટલમાં બેડ પર બેસુધ દેખાયો ટીવી એક્ટર શોએબ ઇબ્રાહિમ, ઘરવાળી દીપિકા બોલી દુઃખી દુઃખી થઇ ગઈ, જુઓ તસવીરો

‘ઝલક દિખલા જા 11’ ફિનાલે બિલકુલ નજીક છે, આ ડાંસ રિયાલિટી શોને અત્યાર સુધી તેના ટોપ 6 ડાંસર મળી ગયા છે. જલ્દી જ શોનો સેમી ફાઇનલ રાઉન્ડ થવાનો છે. જો કે, આ પહેલા ‘ઝલક દિખલા જા 11’ કંટેસ્ટેંટ્સમાંના એક શોએબ ઇબ્રાહિમની તબિયત બગડી હોવાના સમાચાર છે. શોએબની તબિયતને લઇને તેની એક્ટ્રેસ પત્ની દીપિકા કક્કરે ચાહકોને જાણકારી આપી છે.

દીપિકાએ શોએબની એક તસવીર શેર કરી, જેમાં તેના હાથમાં ડ્રિપ લાગેલી જોઇ શકાય છે. તસવીરમાં શોએબ બેડ પર સૂતેલો જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા દીપિકાએ લખ્યુ- આવી હાલતમાં દિમાગ કામ કરવા માગે છે, પણ બોડીએ જવાબ આપી દીધો છે. જલ્દી જ પરત ફરો મારા હીરો.

શોએબની આવી હાલત જોયા પછી ચાહકો ચિંતા જાહેર કરી રહ્યા છે અને એક્ટર જલ્દી ઠીક થઇ જાય તે માટે દુઆ પણ કરી રહ્યા છે. ત્યાં દીપિકા પણ પતિની હેલ્થને લઇને પરેશાન જોવા મળી અને શોએબના જલ્દી ઠીક થઇ જવાની કામના કરી રહી છે. જણાવી દઇએ કે, ‘ઝલક દિખલા જા 11’ માટે શોએબ ખૂબ મહેનત કરી રહ્યો છે.

ઘણીવાર દીપિકા અને તેની નણંદ તેમના વ્લોગ્સમાં આ વિશે જણાવતી હોય છે. હાલમાં જ ફેમીલી એપિસોડમાં શોએબે તેની પત્ની દીપિકા અને દીકરા રુહાન માટે એક ડાંસ પણ કર્યો હતો. ‘ઝલક દિખલા જા 11’ની વાત કરીએ તો તેનો ફિનાલે 2 માર્ચ 2024ના રોજ થવાનો છે.

ટ્રોફી માટે 6 કંટેસ્ટેંટ્સમાં જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. શોએબ પણ ‘ઝલક દિખલા જા 11’ ટ્રોફી જીતવા કડી મહેનત કરી રહ્યો છે, એવામાં હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે ‘ઝલક દિખલા જા 11’ની ટ્રોફી આખરે કોના હાથમાં જાય છે.

Shah Jina