શિવમ દુબેને મળી એક સાથે બે ખુશ ખબરી, પહેલા બન્યા પિતા અને ત્યારબાદ ચેન્નઈ સુપરકિંગ્સે કરોડોમાં ખરીદ્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉંડર શિવમ દુબે માટે 13 ફેબ્રુઆરીનો દિવસ ખુબ જ ખાસ છે. પહેલા તે પિતા બન્યા ત્યારબાદ ipl મેગા ઓક્શન 2022માં તેની પર ધનવર્ષા થઇ. શિવમની પત્ની અંજુમ ખાને પુત્રને જન્મ આપ્યો હતો. આ વિશે જાણકારી શિવમ દુબેએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર આપી હતી. પુત્રના જન્મ બાદ શિવમ દુબેને ચેન્નઈ સુપરકિંગ્સ ipl ખેલાડીઓની નીલામીમાં 4 કરોડ રૂપિયામાં તેની સાથે જોડાયા હતા. આની પહેલા iplના 14માં એડિશનમાં શિવમ દુબે રાજસ્થાન રોયલ્સ માટે રમતા હતા.

iplની નિલામીમાં આ ઓલરાઉન્ડરે તેની શરૂઆતની કિંમત 50 લાખ રૂપિયા રાખી હતી. 25 વર્ષીય શિવમ દુબે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ તરફથી રમતા હતા. લાંબા કદના ખેલાડી શિવમ દુબેએ આગળના વર્ષે 16 જુલાઈ 2021ના રોજ તેની ગર્લફ્રેંડ અંજુમ ખાન સાથે મુસ્લિમ અને હિન્દૂ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા.

શિવમ દુબે અને અંજુમન ખાન પહેલી વખત માતા-પિતા બન્યા છે. આગળના વર્ષે iplના 14માં સીઝનમાં ઉમ્મીદોના પ્રમાણે પ્રદશન કરવામાં અસફળ રહ્યા હતા. દુબેએ 6 મેચમાં 24.16ની રનરેટથી 145 રનજ બનાવ્યા હતા. આ દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ 120થી ઓછો રહ્યો હતો. શિવમ દુબે ipl 2021માં એક વિકેટ લેવામાં પણ કામયાબ થયા હતા નહિ. તેની ઈકોનોમી રેટ પણ 10 રન પ્રતિ ઓવર કરતા વધારે રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by shivam dube (@dubeshivam)

શિવમ દુબે પર બોલી 50 લાખ રૂપિયાથી શરુ થઇ હતી. શિવમને તેની સાથે જોડાવા માટે પહેલા iplની નવી ફ્રેન્ચાઈસી લખનઉ સુપરજાઈટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જોકે વચ્ચે ચેન્નઈ સુપરકિંગ્સે ઊંચી બોલી લગાવીને શિવમ દુબેને તેની સાથે જોડી લીધો. ipl ઓક્શનમાં ચેન્નઈ સુપરકિંગ્સ ટીમે 4 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.

શિવમે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો હતો પરંતુ તે કઈ ખાસ કમાલ કરી શક્યા નહિ જેના બાદ ટીમ ઇન્ડિયાથી બહાર થઇ ગયા હતા. શિવમનો એક વીડિયો ચેન્નઈ સુપરકિંગ્સે પણ શેર કર્યો છે. વીડિયોમાં આ ખેલાડી ચેન્નઈ માટે રમવાને લઈને આનંદ વ્યક્ત કરી રહ્યા હતા.

Patel Meet