રસોઇયાએ બનાવ્યો એવો શિરો કે હવે આખું ગામ તેને શોધી રહ્યું છે, જોઈને પેટ પકડી હસવા લાગશો, જુઓ

ગુજરાત: રસોઈયાએ બનાવ્યો એવો શિરો કે કાકાને હથોડી અને છીણી લઈને તોડવા બેસવું પડ્યું, જુઓ હસી હસીને બઠ્ઠા વળી જવાય એવો વીડિયો

આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું માધ્યમ બની ગયું છે કે તેમાં કોઈપણ ઘટનાની તસવીરો અને વીડિયો પળવારમાં વાયરલ થઇ જતા હોય છે. ઘણા વીડિયો એવા પણ હોય છે જેને જોઈને આપણે પેટ પકડીને હસવા લાગીએ. તો ઘણા વીડિયો આપણને પણ હેરાન કરી દેનારા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાકા છીણી લઈને તેના ઉપર હથોડા મારીને એક મોટા તાવડામાં કઈ તોડી રહ્યા છે. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તે વસ્તુ તૂટી નથી રહી. ત્યારે આ વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે રસોઈયો શિરો બનાવીને ફરાર થઇ ગયો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકો ખુબ જ હસી રહ્યા છે અને કોમેન્ટમાં પણ હાસ્યાસ્પદ કોમેન્ટ કરી રહ્યા છે. વાયરલ વીડિયો ક્યાંનો છે તેના વિશે તો હજુ કોઈ માહિતી નથી મળી રહી, છતાં પણ આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે પછી એક કાકા બે વાર શિરો ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે આ વીડિયો ગુજરાતના જ કોઈ ગામડાનો છે, જેમાં 2-3 લોકો ગુજરાતીમાં વાતો કરતા જોવા મળી રહ્યા છે. એક કાકા એમ પણ કહી રહ્યા છે કે, “શિરો ભાંગે છે !” તો એક કાકા એમ કહે છે કે, “આવું કરીને અમે લાડવા વાળી દીધા હતા.” તમને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવશે.


તો આ ઉપરાંત બીજો પણ એક વીડિયો ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દુકાનની અંદર ફાયર પાન બને છે. આ પાન ખાવા માટે પણ લોકોની લાઈનો લાગે છે.સામાન્ય રીતે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનું પાન આપણે કદાચ ખાધું પણ હશે. વીડિયોની અંદર એક વ્યક્તિ પાન બનાવે છે.

ત્યારબાદ પોતાના કાઉન્ટર ઉપર આગ લગાવે છે અને પાનમાં પણ આગ લગાવીને દુકાનદાર પોતાના હાથે જ ગ્રાહકને ખવડાવે છે. જુઓ આ વીડિયો પણ. તો હજુ એક વીડિયો સોશિયલ મીડિયાની અંદર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જૂની સાડીમાંથી દોરડું બનાવી રહ્યો છે. આ ખરેખર જોવા જેવું કામ છે.

આ વીડિયોને જોઈને ઘણા લોકો હેરાન પણ રહી જાય છે.સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને અદ્વૈતા કાલા નામની ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. આમ જોવા જઈએ તો આ ખુબ કઠિન અને મહેનત વાળું કામ છે.

સારુ કમાય છે બે દીકરા તો પણ 98 વર્ષની ઉંમરે ચણા વેચી રહ્યા છે આ વૃદ્ધ કારણ જાણીને હેરાન રહી જશો, એક વૃદ્ધનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહેલ વડીલ ઉત્તરપ્રદેશના રાયબરેલીના રહેવાસી છે. તેમની ઉંમર 98 વર્ષ છે. તમને એ જાણીને એ હેરાની થશે કે, 98 વર્ષિય વૃદ્ધ આત્મનિર્ભર છે. તેઓ તેમના બે સમયના ભોજન માટે મહેનત કરે છે.આ વડીલનું નામ વિજયપાલ સિંહ છે. તેઓ કોઇ મજબૂરીમાં નહિ પરંતુ તેમની મરજીથી ગામની બહાર ચણા વેચે છે. તેમનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમને લોકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

રાયબરેલી જિલ્લાના હરચંદ બ્લોકના કંડોરા ગામ નિવાસી વિજયપાલ સિંહ આ દિવસોમાં ઇંટરનેટ પર છવાઇ ગયા છે. આ વીડિયોના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સીએમ ઓફિસે આ મામલે સંજ્ઞાન લીધી અને ડીએમને જરૂરી નિર્દેશ કર્યા.

સીએમ ઓફિસના નિર્દેશ પર રાયબરેલીના જિલ્લા અધિકારી વૈભવ શ્રીવાસ્તવે વિજયપાલ સિંહજીને તેમની ઓફિસમાં આમંત્રિત કર્યા અને ત્યાં તેમને 11 હજાર રૂપિયા, સાલ અને લાકડી તેમજ શૌચાલયનો સ્વીકૃતિ પત્ર અને ફૂલો પ્રદાન કરી તેમને સમ્માનિત કરવામાં આવ્યા.

જુઓ વીડિયો :-

Niraj Patel