આખરે પતિ રાજ કુંદ્રાના કેસ ઉપર પત્ની શિલ્પા શેટ્ટીએ તોડી ચુપ્પી અને પોતાનું દર્દ વ્યક્ત કરતા જાણો શું કહ્યું ?

ગંદી ફિલ્મો બનાવવાના આરોપ હેઠળ બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા હાલ પોલીસ હિરાસતમાં છે. આ મામલામાં હજુ સુધી શિલ્પા શેટ્ટી તરફથી કોઈ નિવેદન આવ્યું નહોતું, પરંતુ હાલ શિલ્પા શેટ્ટીએ આ મુદ્દે ચુપ્પી તોડી છે. શિલ્પા શેટ્ટીએ  આજે એક નિવેદન પણ જાહેર કર્યું છે.

શિલ્પા શેટ્ટીએ પોતાના નિવેદનની અંદર લખ્યું છે કે, “મેં આ મામલામાં આજ સુધી કોઈ ટિપ્પણી નથી કરી, અને આગળ પણ નહીં કરું. કારણ કે આ મામલો હજુ કોર્ટની અંદર છે.” શિલ્પાએ આજે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, “હા, છેલ્લા કેટલાક દિવસો મારા માટે મુશ્કેલી ભર્યા રહ્યા છે. મારા અને પરિવાર ઉપર ઘણા બધા આરોપ લાગ્યા છે. મને ટ્રોલ કરવામાં આવી છે.”

શિલ્પાએ આગળ લખ્યું છે કે, “ફક્ત મને જ નહિ પરંતુ મારા પરિવારને પણ આમાં ઘસેડવામાં આવ્યો છે. મેં આ મામલામાં અત્યાર સુધી કોઈ ટિપ્પણી નથી કરી અને આગળ પણ નહિ કરું, કારણ કે આ મામલો હજુ કોર્ટમાં છે. તમે લોકો મારી તરફથી ખોટા કોટ લખવાનું બંધ કરો. મારી ફિલોસોફી એ છે કે કોઈને પણ ફરિયાદ ના કરો. કોઈને પણ ખુલ્લા ના પાડો.”

શિલ્પા આગળ જણાવે છે કે, “હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે આ મામલામાં તપાસ ચાલી રહી છે અને મને મુંબઈ પોલીસ અને આપણી ન્યાય પાલિકા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. હું એક મા હોવાના કારણે મારા બાળકોની પ્રાઇવસી માટે અનુરોધ કરું છું. અમારા વિશે કોઈપણ ખબર ખાતરી કર્યા વગર ના છાપશો.”

શિલ્પાએ આગળ એમ પણ જણાવ્યું છે કે, ” હું ગર્વથી ભારતીય નાગરિકનું પાલન કરતી વ્યક્તિ છું અને છેલ્લાં 29 વર્ષથી પ્રોફેશનલ લાઇફમાં ઘણી જ મહેનત કરું છું. લોકોએ મારામાં વિશ્વાસ મૂક્યો છે અને હું તેમનો વિશ્વાસ ક્યારેય તોડીશ નહીં. મારા અને મારા પરિવારને પ્રાઈવસીનો અધિકાર છે. મીડિયા ટ્રાયલ ના કરશો. કાયદાને તેનું કામ કરવા દો. સત્યમેવ જયતે !”

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે 19 જુલાઈના રોજ ગંદી ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ કરી હતી. 27 જુલાઈના રોજ કોર્ટે રાજ કુન્દ્રાને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યો હતો. તેના ઉપર ગંદી ફિલ્મો બનાવવાનો અને તેને એપ દ્વારા સ્ટ્રીમ કરવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે દિગ્ગજ અભિનેત્રી શિલ્પાએ થોડા દિવસો પહેલાં 29 મીડિયા હાઉસ તથા યુટ્યૂબ ચેનલ પર 25 કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો. પછી અભિનેત્રીએ મીડિયા પર આરોપ મૂક્યો હતો કે તેની ઇમેજને ખરાબ કરવામાં આવી રહી છે.

શિલ્પાએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે પતિ રાજની ધરપકડ પછી મીડિયામાં તેના નામને બદનામ કરવામાં આવ્યું છે, ખોટા સમાચારોથી તેની ઇમેજ ખરાબ થઈ છે. બોમ્બે હાઇકોર્ટ દ્વારા ગઈકાલે 30 જુલાઈના રોજ શિલ્પા શેટ્ટી દ્વારા કરવામાં આવેલા ઘણા મીડિયા હાઉસ પ્રત્યેના માનહાનીના દાવાની સુનાવણી કરી હતી.

ટીવી 9ના રિપોર્ટ પ્રમાણે હાઇકોર્ટે શિલ્પાના વકીલને પૂછ્યું કે પોલીસ સૂત્રોના હવાલાથી કોઈ ખબર ચલાવી રહ્યું છે તો તે ખોટું કેવી રીતે છે ? હાઇકોર્ટે શિલ્પા શેટ્ટીના વકીલને એમ પણ જણાવ્યું કે તમારા ક્લાઈન્ટના પતિ વિરુદ્ધ ગંભીર કેસ છે. આ કેસને મીડિયા કવર કરી રહ્યું છે. ભારતમાં મીડિયાને ખબર પ્રકાશિત કરવાની અને બતાવવાની સંપૂર્ણ આઝાદી છે.

હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે હાઇકોર્ટ મીડિયાની સ્વતંત્રતા પ્રભાવિત કરવાનું કોઈ કામ નહીં કરે. એટલે કે હાઇકોર્ટ આ મામલામાં કોઈ હસ્તક્ષેપ નહિ કરે. તમારો ક્લાઈન્ટ કોઈપણ હોય. માનહાનીને લઈને એક નિશ્ચિત કાનૂન છે. કોર્ટ તે અંતર્ગત જ કામ કરશે.

જસ્ટિસ ગૌતમ પટેલે આગળ જણાવ્યું કે, “તમે (શેટ્ટી) સ્વરાજનિક જીવનની પસંદગી કરી છે. તમારું જીવન એક માઇક્રોસ્કોપના જેવું છે. સૌથી પહેલા એ કહેવું કે તે રડી અને પોતાના પતિ સાથે ઝઘડી જયારે નિવેદન દાખલ કરવામાં આવ્યું. આ માનહાની કરવા વાળું નથી. આ બતાવે છે કે તે પણ એક માણસ છે.”

Image source

સુનાવણી બાદ કોર્ટે જણાવ્યું કે આ આદેશનો કોઈપણ ભાગને મીડિયાને શાંત કરાવવાના રૂપમાં ના માનવો જોઈએ. આ સ્ટેટમેન્ટની પહેલાં પણ અભિનેત્રીએ શિલ્પાએ કહ્યું હતું, હું પડકારોનો સામનો કરીને આમાંથી બહાર આવીશ’ શિલ્પાએ ઇન્ટરનેટ પર બુકનું એક પાનું શૅર કર્યું હતું. આ પોસ્ટમાં જેમ્સ થર્બની વાત કરવામાં આવી હતી. પેજમાં લખવામાં આવ્યું હતું, ‘ગુસ્સામાં પાછળ ફરીને ના જુઓ અથવા ડરથી આગળ ના જુઓ, પણ સચેત અવસ્થામાં ચારેબાજુ જુઓ.’

Niraj Patel