એકદમ અલગ જ પ્રકારની બ્લુ સાડીમાં જોવા મળી શિલ્પા શેટ્ટી, લોકોએ કહ્યુ- ક્યાં ગઈ નીચેની સાડી

શિલ્પાના પગ ખુલ્લા દેખાઈ ગયા તેવી સાડી પહેરી તો યુઝર્સ બગડ્યા, યુઝર્સે કહ્યું કે ઉર્ફી જાવેદને ટક્કર આપી રહી છે

બલિવુડની  ફેમસ અને લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની ફેશન સ્ટાઇલ અને બેબાક અંદાજને લીધે ચર્ચામાં બનેલી રહે છે. લાંબા સમયથી ફિલ્મોથી દૂર શિલ્પા શેટ્ટી રિયાલિટી શોમાં સક્રિય છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક સુંદર તસવીરો શેર કરતી રહે છે.8 જૂન 1975ના રોજ જન્મેલી શિલ્પા શેટ્ટી 46 વર્ષની થઇ ચુકી છે, છતાં પણ તેની સુંદરતામાં કોઈ જ કમી નથી આવી. તેની ફિટનેસ અને સુંદરતા આજની યુવા અભિનેત્રીઓને પણ માત આપે છે અને તેનું આકર્ષક ફિગરને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

કેટલાક સમય પહેલા જ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર સુપરવુમનના અવતારમાં તસવીર શેર કરી હતી અને તેનો આ અવતાર તેની આવનારી ફિલ્મ નિકમ્મા માટેનો છે. નિકમ્મા ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થઇ ચૂક્યું છે, જેને ચાહકોનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.એવામાં તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી નિકમ્મા ફિલ્મના ટ્રેલર લોન્ચના ઇવેન્ટમાં પહોંચી હતી. આ સમયે ફેશન ડીવા શિલ્પા શેટ્ટીએ એવો અતરંગી આઉટફિટ પહેર્યો હતો કે તેને જોઈને લોકોએ તેની ખુબ મજાક ઉડાવી હતી.

આ ઇવેન્ટમાં શિલ્પાએ રેડ ડીપ નેક બ્લાઉઝની સાથે બ્લુ સાડી પહેરી હતી.સાડીમાં નીચેની તરફ કટ લાગેલું હતું જેને લીધે તેના પગ દેખાઈ રહ્યા હતા. આ સિવાય શિલ્પાએ સાડીની ઉપર ઓરેન્જ રંગનું લોન્ગ જેકેટ પણ પહેરી રાખ્યું હતું, જે ખુબ જ વિચિત્ર લાગી રહ્યું હતું. શીલ્પાનો આ વિચિત્ર અવતાર લોકોને કઈ ખાસ પસંદ આવ્યો ન હતો અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી હતી.

શીલ્પાનો આ વિડીયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે અને લોકોએ તેને ટ્રોલ કરતા ખુબ કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે ટ્રોલ કરતા તેને કહ્યું કે,”નીચેની સાડી ક્યાં ગઈ?” અન્ય એક યુઝરે લખ્યું કે,”ફેશનના નામે કઈ પણ પહેરી લે છે”.જ્યારે અમુક લોકોએ તેની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા શિલ્પાએ કહ્યું હતું કે,” સાઉથ ફિલ્મો એટલા માટે સફળ થઇ રહી છે કેમ કે તેમાં કન્ટેન્ટ ખુબ જ સારો હોય છે.મને મારી ફિલ્મ નિકમ્મા પર પૂરો વિશ્વાસ છે કે ફિલ્મ ચોક્કસ સફળ થશે કેમ કે તેમાં કન્ટેન્ટ, કોમેડી અને અન્ય ઘણા પ્રકારનો તડકો લગાવેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Tejran (@tejran2525)

સબ્બીર ખાનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ નિકમ્મા 17 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.ફિલ્મમાં શિલ્પા સિવાય ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દાસાની અને શર્લી સેતિયા પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે.આ સિવાય શિલ્પા ફિલ્મ સુખીમાં પણ જોવા મળશે. શિલ્પા રોહિત શેટ્ટીની ફિલ્મ ઇન્ડિયન પોલીસ ફોર્સ દ્વારા ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહી છે, આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ પોલીસની ભૂમિકામાં જોવા મળશે.

Krishna Patel