સામાન્ય લોકોની જેમ હવે બોલિવૂડ સેલેબ્સનું જીવન પણ ઘણી હદ સુધી રૂટીનમાં આવી ગયું છે. સેલેબ્સ પોતપોતાના કામમાં વ્યસ્ત છે. ઘણા સ્ટાર્સ મુંબઈમાં તેમના આગામી પ્રોજેક્ટ પૂરા કરતા જોવા મળતા રહે છે. ત્યાં ઘણા એવા છે જેઓ શહેરની બહાર તેમના કામો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. કેટલાક સેલેબ્સ પાર્ટીઓ, ઇવેન્ટ્સ અને લંચ-ડિનર ડેટ્સ પર જોવા મળે છે. ત્યારે આ દરમિયાન ગુરુવારના રોજ બોલિવુડની ખૂબસુરત અદાકારા અને ફિટ અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટી તેના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
આ દરમિયાન શિલ્પા માથું નમાવીને ચાલી રહી હતી. રાજ કુંદ્રાને તો આ દરમિયાન ઓળખવો પણ મુશ્કેલ હતો. તેણે ઉપરથી નીચે સુધી બ્લેક કપડા પહેર્યા હતા અને પોતાનું મોઢુ છૂપાવેલુ રાખ્યુ હતુ. શિલ્પા શેટ્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે ફોટા સામે આવ્યા છે તેમાં તેણે સફેદ ટોપ અને જીન્સ પહેર્યું છે. તેણે ચહેરા પર માસ્ક, ખુલ્લા વાળ અને ગોગલ્સ પણ પહેર્યા છે.
અગાઉ જ્યારે પણ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને સાથે જોવામાં આવ્યા હતા, ત્યારે તે બંને ફોટોગ્રાફર્સને ખુશીથી મળતા અને સાથે ફોટો ક્લિક કરાવતા હતા. પરંતુ તાજેતરમાં જ્યારે બંનેને સ્પોટ કરવામાં આવ્યા ત્યારે આ વખતે અલગ જ નજારો જોવા મળ્યો હતો. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના છેલ્લા કેટલાક મહિનાઓ ખૂબ જ મુશ્કેલ હતા. જો કે, દરેક ખરાબ સમયનો સામનો કર્યા પછી, હવે બંને સામાન્ય જીવન જીવી રહ્યા છે.
હાલમાં જ શિલ્પા અને રાજે તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને હવે ગુરુવારે બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જો કે આ દરમિયાન બંને અલગ-અલગ ચાલતા જોવા મળ્યા હતા. શિલ્પા કારમાંથી નીચે ઉતરી અને સીધી એરપોર્ટની અંદર ગઈ. આ દરમિયાન શિલ્પાએ બ્લેઝર અને જીન્સ પહેર્યું હતું.
ત્યાં રાજની વાત કરીએ તો, તે બ્લેક હુડી અને બ્લેક માસ્કમાં જોવા મળ્યો હતો. તેણે તેના ચહેરાને કેપથી કવર કર્યો હતો, જેથી તેને ઓળખવો થોડો મુશ્કેલ બની રહ્યો હતો.તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ શિલ્પા અને રાજ મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
View this post on Instagram