શિલ્પા શેટ્ટીએ સાડી પહેરી લૂંટી મહેફિલ, સાડીને ઝૂમ કરીને જોશો તો હોંશ ઉડી જશે

બોલિવુડ અભિનેત્રી અને ફિટનેસ ફ્રિક શિલ્પા શેટ્ટી અવાર નવાર તેની ફિટનેસ અને તેની સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. થોડા મહિનાઓ પહેલા તેણે તેનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તેને નિકમ્માની ટીમ અને મિત્રો તેમજ પતિ તરફથી ખાસ સરપ્રાઇઝ પણ મળી હતી.

શિલ્પાએ પોતાના 47માં બર્થ ડે પર પોતાને એક વેનિટી વેન પણ ગિફ્ટ પણ કરી હતી. ત્યાર હવે બર્થ ડે પૂરી થયા બાદ શિલ્પા પાછી વર્ક મોડમાં આવી ગઇ છે. હાલમાં શિલ્પાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે યલો ક્રોપ ટોપ અને ઓરેન્જ ટોપમાં જોવા મળી હતી.

મુંબઈ સપનાનું શહેર છે અને બોલિવૂડ સેલેબ્સ માટે હોટ હબ છે. સ્ટાર્સ ક્યારેક એરપોર્ટ, રેસ્ટોરન્ટની બહાર અને કયારેક મુંબઇના રસ્તા પર અવાર નવાર જોવા મળે છે. મુંબઈમાં, સેલેબ્સ ઇવેન્ટ્સ, પાર્ટીઓ અને એવોર્ડ શોમાં આવતા-જતા રહે છે.

ફરી એકવાર, બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે ઘણા બોલિવૂડ સ્ટાર્સ એક એવોર્ડ શોમાં પહોંચ્યા, જ્યાં તેઓએ પેપરાજીઓને જબરદસ્ત પોઝ આપ્યા. આ દરમિયાન શિલ્પા શેટ્ટીની ઘણી બોલબાલા રહી હતી.

બોલિવૂડમાં રૂપસુંદરી શિલ્પા શેટ્ટી જેટલી ફિટ છે તેટલી એક નંબર હોટ લાગે છે. ઉંમરની સાથે તેની ખૂબસૂરતી દિવસેને દિવસે વધતી જાય છે. 43 વર્ષે પણ તેની ફિટનેસ અને ખૂબસૂરતીમાં કોઈ કમી નથી આવી રહી.

ફિટનેસની બાબતમાં તેના ફેન્સ માટે તે આદર્શ ઉદાહરણ છે. તે યોગ, ફિગર અને ફિટનેસને લઈ તે દુનિયાભરમાં તેની એક ઓળખ બનાવી ચૂકી છે. તે કોઈ દિવસ ડાયેટિંગને ખાસ મહત્વ નથી આપતી. અને તેના પર વિશ્વાસ પણ નથી કરતી. તે હેલ્ધી અને સંયમિત ડાયેટ લે છે.

પ્રોટીન વાળું અને કાબોહાઈડ્રેટ જમવાનું વધુ પસંદ કરે છે, જેમ કે બ્રાઉન બ્રેડ, બ્રાઉન રાઈસ વગેરે….તે મોર્નિંગમાં ઘઉંની આઈટમ અને ચા પીવે છે. ત્યારબાદ તે યોગ કરે છે. યોગ કર્યા પછી તે પ્રોટીન શેક, ખજૂર અને આઠ દ્રાક્ષ ખાય છે. બપોરે ઘી લગાવેલી રોટલી, શાક અને દાળ ખાય છે, મીઠામાં ચોકલેટ અને કુલ્ફી લેવાનું પસંદ કરે છે.

તે પ્રોટિન શેક પર વધુ ધ્યાન આપે છે અને ચાથી બનાવેલી ગ્રીન-ટી પીવે છે. શિલ્પા વીકમાં 6 દિવસ હેલ્ધી જમવાનું પસંદ કરે છે જે શુદ્ધ શાકાહરી હોય છે. શિલ્પા રાત્રે આઠ વાગ્યા પછી જમવાનું જમતી નથી. રવિવારે તે કોઈ ડાયેટ ફોલો નથી કરતી. તે આ દિવસે તેની પસંદનું ખાવાનું ખાય છે.

બોલિવુડની ખૂબસુરત અને ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં તેની સીરીઝ ‘ઇન્ડિયન પોલિસ ફોર્સ’ની સક્સેસ એન્જોય કરી રહી છે. પહેલીવાર શિલ્પા કોપના રોલમાં જોવા મળી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સીરીઝમાં શિલ્પા શેટ્ટી સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબરોય પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

ત્યાં હાલમાં જ મંગળવારે શિલ્પા શેટ્ટીને એક ખાસ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી. આ દરમિયાનના તેના લુકની ખૂબ ચર્ચા થઇ રહી છે. વાસ્તવમાં મંગળવારે મહારાષ્ટ્રમાં ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડ યોજાયો હતો, જેનાથી શિલ્પાને સમ્માનિત કરવામાં આવી હતી. શિલ્પાએ આ એવોર્ડ સાથે જોડાયેલ કેટલીક ઝલક ઇન્સ્ટાગ્રામમાં પણ શેર કરી છે, જેમાં તે ગ્રીન ગોલ્ડન સાડીમાં જોવા મળી રહી છે.

પોસ્ટ શેર કરતા શિલ્પાએ કેપ્શનમાં લખ્યુ છે- મહારાષ્ટ્રમાં માનનીય ન્યાયમૂર્તિ કે.જી.બાલાકૃષ્ણન અને માનનીય ન્યાયમૂર્તિ જ્ઞાન સુધા મિશ્રા જી દ્વારા ચેમ્પિયન્સ ઓફ ચેન્જ 2023 પુરસ્કારથી સમ્માનિત થવા પર ખૂબ આભારી અને સમ્માનિત મહેસૂસ કરી રહી છું. એક ગૌરવશાળી ભારતીયના રૂપમાં હું ખૂબ આભારી છું.આ એવોર્ડ ફંક્શન માટે શિલ્પાએ ગ્રીન-ગોલ્ડન સાડી પહેરી હતી.

એક્ટ્રેસે આ લુકને મિનિમલ મેકઅપ અને ઓપન હેર સાથે કંપલીટ કર્યો હતો. જો કે, આ લુકમાં અભિનેત્રીની સુંદરતા કરતાં વધારે તેની સાડીની ખાસ પ્રિન્ટની ચર્ચા થઈ રહી છે. શિલ્પાની જે તસવીરો સામે આવી છે તેમાં તેની સાડી પર સુંદર પ્રિન્ટ જોઈ શકાય છે. સાડીમાં હાથી, ઘોડા અને ડોલી છપાયેલી છે. શિલ્પાનો આ સાડી લુક કોઇ પણ ફંક્શનમાં આસાનીથી કેરી કરી શકાય છે.

જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટી સાથે સાથે મનોજ બાજપેયી, અર્જુન રામપાલ, ફરાહ ખાન અને સોનુ સૂદને પણ ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડથી સમ્માનિત કરાયા હતા. ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એ ગાંધીવાદી મૂલ્યો, સામુદાયિક સેવા અને સામાજિક વિકાસને વધારો આપવા માટે એક ભારતીય પુરસ્કાર છે.

 

View this post on Instagram

 

A post shared by FilmyDrama (@filmydrama)

Shah Jina