Wow: ૪૫ વર્ષની ઉંમરે પણ આવા ક્યૂટ ડ્રેસમાં ધૂમ મચાવે છે શિલ્પા, જુઓ PHOTOS
બોલીવુડની યોગા ક્વીન એવી અભિનેત્રી શિલ્પા શેટ્ટીની અદાઓ અને ફેશન-સ્ટાઇલના દરેક કોઈ દીવાના હશે. સાડી હોય કે વેસ્ટર્ન આઉટફિટ શિલ્પા દરેક કપડામાં ખુબ જ સુંદર લાગે છે.
45 વર્ષની શિલ્પા શેટ્ટી આ ઉંમરે પણ સુંદર અને ફિટ દેખાય છે, તેની સુંદરતાની સામે ઉંમર પણ નાકામ છે. બે બાળકોની માં એવી શિલ્પા પોતાની ફિટનેસનું પુરુ ધ્યાન રાખે છે અને જીમમા વર્કઆઉટ કરતી કે યોગા કરતી તસ્વીરો શેર કરતી રહે છે.
અમુક દિવસો પહેલા જ શિલ્પા ક્યૂટ ડ્રેસમાં જોવા મળી હતી જેને જોઈને દરેક કોઈ ઘાયલ થઇ ગયા હતા. આગળના દિવસોમાં શિલ્પા આઉટિંગ માટે નીકળી હતી અને તેણે એકદમ આરામદાયક કપડા પહેરવાનું પસંદ કર્યું હતું.
શિલ્પાએ આ સમયે ક્યૂટ પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો અને મેચિંગ હેર બેન્ડ પણ પહેરી હતી. જેમાં ઓવર સાઈઝ સ્લીવ પેટર્ન બનેલી હતી, જે તેના પર એકદમ પરફેક્ટ લાગી રહી હતી.
શિલ્પાએ ચેહરા પર વ્હાઇટ માસ્ક પહેર્યું હતું અને પગમાં વ્હાઇટ શૂઝ પહેર્યા હતા અને હાથમાં જેકેટ પણ કેરી કર્યું હતું. આ ક્યૂટ અંદાજમાં શિલ્પા મીડિયાના કેમેરામાં કેપ્ચર થઇ ગઈ હતી, મીડિયાને જોતા શિલ્પાએ પોઝ પણ આપ્યા હતા.
ચાહકોએ શિલ્પાના આ અવતારને ખુબ પસંદ કર્યું હતું અને તેની ક્યૂટ અદાઓની ખુબ પ્રશંસા કરી હતી. ઘણા સમયથી ફિલોમોથી દૂર શિલ્પા ફિલ્મ નિકમ્મા અને હંગામા-2માં જોવા મળશે.