શિલ્પા શેટ્ટીએ પોતાના 47માં જન્મદિવસ પર પોતાને જ ગિફ્ટ કરી વેનિટી વેન, તસવીરોમાં દેખાઈ આ ખાસ વસ્તુઓ

વાહ શું લક્ઝુરિયસ જિંદગી છે, શિલ્પા શેટ્ટીએ પોતાના 47માં જન્મદિવસ પર પોતાને જ ગિફ્ટ કરી વેનિટી વેન – અંદરની તસવીરો જોતા જ કહેશો સ્વર્ગ જેટલું સુંદર છે આ…

યોગા ક્વિન તરીકે જાણવામાં આવતી બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાની કારકિર્દીમાં એકથી એક બેસ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.પોતાની ફિલ્મોની સાથે સાથે શિલ્પા પોતાના આકર્ષક ફિગર અને ફેશનને લીધે પણ જાણવામાં આવે છે.શિલ્પા પોતાની ફિટનેસનું પૂરતું ધ્યાન રાખે છે એવામાં તેની ફિટનેસ અને સુંદરતા જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કિલ છે.

શિલ્પા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને યોગા કરતા વિડીયો પોસ્ટ કરીને લોકોને પણ પ્રોત્સાહન આપે છે. એવામાં 8 જૂન 1975ના રોજ જન્મેલી શિલ્પા આજના દિવસે 47 વર્ષની થઇ ચુકી છે. જન્મદિવસના ખાસ મૌકા પર પરિવારે તો ખાસ તૈયારી કરી જ છે અને સાથે જ શિલ્પાએ પોતાના 47માં જન્મદિવસ નિમિતે પોતાને લગ્ઝુરીયસ વેનિટી વેન ગિફ્ટ કરી છે, શિલ્પાની આ વેનિટી વેનની તસવીરો પણ સામે આવી છે જેને જોઈને તમારી આંખો પણ ચકરાઈ જશે.

શિલ્પા શેટ્ટીની કરોડોની નેટવર્થ છે અને તેને મોંઘી મોંઘી વસ્તુઓનો ખુબ જ શોખ છે. શિલ્પા કરોડોના બંગલામાં રહે છે અને આલીશાન વસ્તુઓની સાથે સાથે મોંઘી મોંઘી ગાડીઓની પણ માલિક છે, એવામાં હવે તેના કલેક્શનમાં લગ્ઝરી વેનિટી વેન પણ શામિલ થઇ ચુકી છે. વેનિટી વેનને જોતા જ દરેક કોઈ હેરાન રહી જશે.

શિલ્પાની વેનિટી વેનમાં તમામ સુખ સુવિધાઓની વસ્તુઓ ઉપલબ્ધ છે.શિલ્પાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે એક સ્વેકી વેનિટી વેન ખરીદી છે. જેમાં કિચન, હેર વોશ સ્ટેશનથી લઈને તમામ વસ્તુઓ છે અને સાથે જ યોગા માટે ખાસ જગ્યા પણ બનાવવામાં આવેલી છે. શિલ્પા યોગા કરવામાં ખુબ આગળ છે માટે તેણે પોતાની વેનમાં આ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે. શિલ્પા ઈચ્છે છે કે જ્યારે તે કામ કરી હોય, ત્યારે પણ તે પોતાનું યોગા રૂટિન કરી શકે માટે વેનમાં યોગા માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે.

વેનિટી વેનમાં ડ્રેસિંગ ટેબલ પણ છે જ્યાં શિલ્પા આરામથી શૂટ માટે તૈયાર થઇ શકે છે અને મેકઅપ કરી શકે છે. વેનિટી વેનમાં લાઉન્જ એરિયા પણ છે જ્યા આરામની ક્ષણો વિતાવી શકાય છે.શિલ્પાએ 90ના દશકમાં ફિલ્મોમાં એન્ટ્રી લીધી હતી અને આજે પણ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. 29 વર્ષની કારકિર્દીમાં શિલ્પાએ એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને તે હવે ઓટિટિ પ્લેટફોર્મ પર પણ એન્ટ્રી કરવા જઈ રહી છે.

શિલ્પા રોહિત શેટ્ટીની આવનારી વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળશે, જેમાં તે  પોલીસના કિરદારમાં હશે અને સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ખાસ કિરદારમાં જોવા મળશે. વર્ષ 2021ના રિપોર્ટ પ્રમાણે શિલ્પાની નેટવર્થ 134 કરોડ રૂપિયા હતી. લંડન અને દુબઈમાં પણ શિલ્પાનું ઘર છે, નિકમ્મા બાદ શિલ્પા ફિલ્મ સુખીમાં જોવા મળશે.

Krishna Patel