બુુર્જ ખલીફામાં ફ્લેટથી લઇને લેમ્બોર્ગિની કાર સુધી, રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને આપ્યા આ મોંઘા ગિફ્ટ- જુઓ PHOTOS
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણિતા બિઝનેસમેન રાજ કુંદ્રાની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. મુંબઇ પોલિસે જણાવ્યુ કે, તેમની અશ્લીલ ફિલ્મોના નિર્માણ આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. રાજ એક મોટા બિઝનેસમેન છે અને તે ખાસ અવસર પર શિલ્પાને મોંઘા મોંઘા અને કિંમતી ગિફ્ટ આપતા રહે છે.
રીપોર્ટ્સ અનુસાર, રાજ કુંદ્રાની કુલ સંપત્તિમાં 80 ટકાનો વધારો થયો છે. તે હાલમાં અલગ અલગ ક્ષેત્રની લગભગ 10 કંપનીઓમાં માલિકનો હક અને ભાગીદારી ધરાવે છે. રાજ કુંદ્રા દર મહિને લગભગ 100 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરે છે. તેમની કુલ સંપત્તિ 400 મિલિયન ડોલર એટલે કે 2700 કરોડ રૂપિયાથી પણ વધારે છે.
રાજે વર્ષ 2009માં શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. તે બંનેના બે બાળકો છે. એક દીકરો વિયાન અને એક દીકરી સમીક્ષા. રાજે ઘણા ખાસ અવસર પર શિલ્પાને ઘણી કિંમતી અને મોંઘી ગિફ્ટો આપી છે. તેમણે 20 કેરેટની ડાયમંડ રિંગ શિલ્પાને આપી છે. શિલ્પા ઘણીવાર તે રિંગને ફ્લોન્ટ કરે છે. સગાઇ પર રાજે શિલ્પાને આ રિંગ પહેરાવી હતી, જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.
શિલ્પાને મેરેજ એનિવર્સરી પર રાજે એક ખૂબ જ કિંમતી ગિફ્ટ આપી હતી. રાજે શિલ્પાને દુબઇ સ્થિત બુર્જ ખલીફાનો 19મો એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યો હતો. રાજ કુંદ્રાએ પત્ની શિલ્પા શેટ્ટીને યુકેમાં રાજ મહેલ નામનો 7 બેડરૂમને એક આલીશાન વિલા ખરીદ્યો હતો.
તેમણે મુંબઇમાં અભિનેત્રીને સી ફેસિંગ વિલા Kinara ખરીદીને આપ્યો હતો. આ ઉપરાંત પણ રાજ પાસે વિદેશોમાં અનેક પ્રોપર્ટી છે. જેમાં 7 બેડરૂમ વાળુ શાનદાર ઘ રાજમહેલ છે અને લંડનમાં 7 કરોડનો શાનદાર ફ્લેટ પણ છે.
કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને ઘણી લગ્ઝરી કાર ગિફ્ટ કરી છે. તેમાં BMW Z4 પણ સામે છે. મોંઘી ગિફ્ટ આપવાના શોખીન રાજે શિલ્પાને લેમ્બોર્ગિની કાર પણ ગિફ્ટમાં આપી છે. ખાસ વાત તો એ છે કે આ સુપર લગ્ઝરી કાર ઇંડિયામાં લોન્ચ થયા પહેલા જ શિલ્પાના ગેરેજમાં આવી ગઇ હતી.