શિલ્પા શેટ્ટીએ ખાસ અંદાજમાં મનાવ્યો દીકરી સમાશાનો પહેલો જન્મદિવસ, શેર કર્યો વીડિયો

આટલા ધમાકેદાર અંદાજમાં જન્મદિવસ મનાવ્યો, જુઓ ક્યૂટ તસવીરો- દિલ જીતી લેશે

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શિલ્પા ઘણીવાર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહેતી હોય છે.

શિલ્પાએ હાલમાં જ તેની દીકરી સમીશાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો. શિલ્પા માટે એ દિવસ ખૂબ જ ખાસ હતો. શિલ્પાએ સમીશાનો પહેલો જન્મદિવસ ખૂબ જ ખાસ અંદાજમાં મનાવ્યો હતો. આ જન્મદિવસની કેટલીક તસવીરો અને વીડિયો શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા છે.

શિલ્પા શેટ્ટીની દીકરી 15 ફેબ્રુઆરીએ એક વર્ષની થઇ ચૂકી છે. શિલ્પા પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. શિલ્પાએ રાત્રે પરિવાર અને મિત્રો સાથે દીકરીનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. શિલ્પાએ દીકરીના જન્મદિવસ પર બે કેક કાપી હતી. આ સાથે જ સેલિબ્રેશનની જગ્યા પિંક અને સિલ્વર ફુગ્ગાઓથી સજાવી હતી.

શિલ્પા શેટ્ટીએ દીકરીના જન્મદિવસ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં સમીશાની ઘણી તસવીરો હતી. આ વીડિયો સાથે તેણે ખૂબ જ સરસ મેસેજ પણ લખ્યો હતો.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2020માં શિલ્પા સેરોગેસી દ્વારા બીજીવાર માતા બની હતી. તેણે 21 ફેબ્રુઆરીના રોજ દીકરીના જન્મની ખબર સોશિયલ મીડિયા પર શેર રી હતી.

શિલ્પાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, શિલ્પા જલ્દી જ ફિલ્મ હંગામા 2થી બોલિવુડમાં કમબેક કરવાની છે અને તે ફિલ્મ નિકમ્મામાં પણ જોવા મળશે.

Shah Jina