એરપોર્ટ પર દીકરી સમિશા સાથે કેઝ્યુઅલ અવતારમાં નજર આવી શિલ્પા શેટ્ટી, મમ્મી જેવી જ સ્ટાઈલિશ છે ક્યૂટ લાડલી

પરી જેવી ક્યૂટ દીકરી સમિશા સાથે એરપોર્ટ પર નજર આવી શિલ્પા, ક્યુટનેસ જોઈને ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે આ વીડિયો

શિલ્પા શેટ્ટીનું નામ બોલિવુડની સૌથી ફિટ અને ખૂબસુરત અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે. શિલ્પા શેટ્ટી ઘણીવાર તેની ફિટનેસથી લોકોને હેરાન કરતી રહે છે. શિલ્પા શેટ્ટી અવાર નવાર સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. શિલ્પા તેના બાળકો સાથે ઘણીવાર ક્વોલિટી સમય વીતાવે છે. શિલ્પાનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં તે તેની દીકરી સમિશા સાથે જોવા મળી રહી છે. આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, શિલ્પા તેની ગાડીથી નીકળે છે અને તેની સાથે સમિશા પણ હોય છે.

તે બાદ સમિશાને તે પોતાના ખોળામાં ઉઠાવી લે છે અને પેપરાજીને વેવ પણ કરે છે. શિલ્પા વીડિયોમાં એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ઓલ બ્લેક આઉટફિટમાં અને સમીશા પિંક ટ્રેક સૂટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન સમીશા ખૂબ જ ક્યુટ લાગી રહી છે. જણાવી દઇએ કે, શિલ્પાની ફિલ્મ નિકમ્મા જલ્દી જ મોટા પડદા પર રીલિઝ થવાની છે. ફિલ્મ 17 જૂને બોક્સઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે. આ ફિલ્મમાં શિલ્પા ઉપરાંત ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દસાની અને શર્લી સેટિયા પણ મુખ્ય ભૂમિકામાં છે.

શિલ્પા આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં જોરોશોરોથી જોડાયેલી છે. નિકમ્માનું ડાયરેક્શન શબ્બીર ખાને કર્યુ છે. જે આ પહેલા કમબખ્ત ઇશ્ક, ટાઇગર શ્રોફની પહેલી ફિલ્મ હીરોપંતિ અને બાગી જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે.શિલ્પાએ એક વેબ પોર્ટલ સાથે વાતચીકમાં ફિલ્મના ટાઇટલ નિકમ્મા સાથે જોડાયેલ પોતાની યાદો શેર કરી હતી. અભિનેત્રીએ જણાવ્યુ- એક સમય હતો, જ્યારેતેના પેરેન્ટ્સ તેને નિકમ્મી કહી બોલાવતા. આના પાછળનું કારણ જણાવતા શિલ્પા કહે છે કે, આ ત્યારની વાત છે જ્યારે એસએચસી પરીક્ષાથી પહેલા તેની પ્રીલિમ રીપોર્ટ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તેણે માત્ર 48% સ્કોર કર્યો જે શર્મની વાત છે.પોતાના ઓછા માર્કસની શર્મિંદગી સાથે શિલ્પાએ જણાવ્યુ કે, તે વોલીબોલમાં તેના ટેલેન્ટને આગળ વધારવા માંગતી હતી અને આ રમતમાં તે એક શાનદાર ખેલાડી હતી. દીકરીના સ્પોર્ટ્સ ટેલેન્ટને જાણતા પણ તેની માતા શિલ્પાના પ્રીલિમ રીપોર્ટથી નાખુશ હતી. જો કે, શિલ્પાએ સારા સ્કોર માટે ખૂબ અભ્યાસ કર્યો. આ તે સમય હતો જ્યારે શિલ્પાની માતા તેને નિકમ્મી કહેતી હતી.જો કે, આજે અભિનેત્રીએ એ સાબિત કરી દીધુ છે કે તે નિકમ્મા નથી.

Shah Jina