આપણે સૌ જાણીએ છીએ કે બૉલીવુડ સુધી પહોંચવું એટલું સહેલું નથી હોતું, અને એમાં પણ કોઈ છોકરી માટે આગળ વધવા માટે પોતાનું શરીર પણ સોંપવું પડતું હોય છે, આ જ બાબતે અભિનેત્રી શર્લિન ચોપડાએ ખુલીને વાત કરી હતી અને તેને કાસ્ટિંગ કાઉચ ઉપર ઘણી વાતો જણાવી હતી. તેને પણ એક ફિલ્મ મેકરે ડિનર ઉપર બોલાવી હતી.
View this post on Instagram
એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં શર્લિને જણાવ્યું હતું કે “શરૂઆતમાં જયારે હું દુનિયાની નજરમાં કઈ નહોતી ત્યારે હું ફિલ્મ નિર્માતાઓને એપ્રોચ કરતી હતી કે તે મારી ક્ષમતાને જુએ, જેને હું પોતે જ મારી અંદર જોઉં છું. હું મારા પોર્ટફોલિયો સાથે તેમની પાસે જતી હતી અને મને કહેવામાં આવતું કે ‘ઓકે સારું, બરાબર છે, આપણે મળીએ છીએ ડિનર ઉપર’ ત્યારે હું પૂછતી કે મારે ડિનર ઉપર ક્યારે આવવાનું છે ?તો તે મને રાત્રે 11 કે 12 વાગે આવવાનું કહેતા.”
View this post on Instagram
શર્લિને આગળ જણાવતા કહ્યું હતું કે: “તે લોકો માટે ડિનરનો અર્થ થાય છે કોમ્પ્રોમાઇઝ. જયારે આવું ચારથી પાંચ વખત થયું ત્યારે હું સમજી ગઈ કે ડિનરનો અર્થ શું થાય છે, ડિનરનો ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં અર્થ થાય છે મારી પાસે આવ બેબી.”
View this post on Instagram
આગળ પણ શર્લિને આ બાબતે વાત કરી હતી અને કહ્યું હતું કે: “ફીમમેકર્સની ઈચ્છા જાણ્યા પછી હું સમજી ગઈ કે તેમની એમાં કોઈ રુચિ નથી, ત્યારબાદ મેં નક્કી કર્યું કે મારે ડિનર મથી કરવું, પછી જે પણ મને કોર્ડવર્ડ સાથે વાત કરતુ, તો હું કહેતી કે મારે ડિનર નથી કરવું, મારુ ડાયટ ચાલી રહ્યું છે. તમે બ્રેકફાસ્ટ ઉપર બોલાવી લો, લંચ ઉપર બોલાવી લો અને ત્યારબાદ તેમનો કોઈ જવાબ આવતો નહીં.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.