એવા બોલ્ડ કપડાં પહેરીને હોળી રમવા આવી અભિનેત્રી શર્લિન ચોપડા કે જોઈને ચાહકો પણ મોઢામાં આંગળા નાખી ગયા, જુઓ વીડિયો

એવા કપડાં પહેરીને આવી શર્લિન ચોપડા હોળી રમવા કે લોકો કરવા લાગ્યા ટ્રોલ, બોલ્યા.. બંગડીઓની જગ્યાએ કપડાં તો ખરીદી લેવા હતા… જુઓ વીડિયો

Sherlyn Chopra Holi Look Viral : હોળીનો તહેવાર એવો છે જેમાં સામાન્ય માણસની સાથે સેલેબ્સ પણ આ રંગોના તહેવારને ખુબ જ ધામધૂમથી ઉજવે છે. સોશિયલ મીડિયામાં ઘણા બધા સેલેબ્સના વીડિયો પણ વાયરલ થતા હોય છે, જેમાં તે હોળી રમતા જોવા મળે છે. ત્યારે હાલ બૉલીવુડ અભિનેત્રી શર્લિન ચોપડાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેને હોળી રમવા માટે એવો ઐઇટ ફિટ પહેર્યો કે લોકો પણ હવે તેને સારા કપડાં પહેરવાની સલાહ આપવા લાગ્યા છે.

હોળીમાં શર્લિનનો પહેરવેશ થોડો વધુ જ બોલ્ડ હતો. તેણે સફેદ રંગનું ડીપ નેક ક્રોપ ટોપ પહેર્યું હતું જેમાં તે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી હતી. આ સાથે, તેણીએ ન તો જીન્સ પહેર્યું હતું કે ન તો શોર્ટ્સ પરંતુ કવર અપ સ્કર્ટ જેવું કંઈક પહેર્યું હતું. તેની સાઇડ સ્લિટ એટલી ઉંચી હતી કે લોકો પણ દંગ રહી ગયા હતા. અભિનેત્રીનો આ લુક ખૂબ જ સેન્સિયસ લાગે છે.

હવે સોશિયલ મીડિયા યુઝર્સ શર્લિનના કપડાને ખરાબ ગણાવીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેના પર નગ્નતા ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો છે. હવે શર્લિનને તેના શોર્ટ કપડા માટે ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. શર્લિનના આ વાયરલ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, ‘તેના ડ્રેસ પર પણ થોડા પૈસા ખર્ચ્યા હોત તો સારું થાત.’ એકે લખ્યું, ‘શરમ – હયા બધું છોડી દીધું છે, તે ફેમસ થવા માટે આવા કામ કરે છે.’ કહ્યું, ‘હે ભગવાન, તમારે કંઈક બીજું પહેરવું જોઈતું હતું.’

એક યુઝરે ટોણા મારતા કહ્યું, ‘મેડમ, તમે સમાજમાં સારો સંદેશ આપી રહ્યા છો.’ કોઈએ મજાકમાં પૂછ્યું, ‘દીદી, આ કેવા કપડાં છે? એક ટ્રોલરે કહ્યું, ‘તેના કપડાં સિલાઈ કરાવો.’ બીજાએ કહ્યું, ‘આ મહિલાને કોઈ શરમ નથી.’ કોઈએ તો એમ પણ લખ્યું છે કે, ‘મૂર્ખ મહિલા જેમ બંગડીઓ પહેરી છે તેમ કપડાં પણ પહેરી લેતી.’ એક કોમેન્ટ આવી, ‘આ કઈ એલિયન છે?’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel