પંજાબની કેટરીના કૈફના નામથી ફેમસ થયેલી શહેનાઝ ગિલે ખુબ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં સારી એવી ઓળખ મેળવી લીધી છે. બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી શહેનાઝ પોતાની ચુલબુલી અદાઓ, ક્યુટનેસ અને સુંદરતાને લીધે ચર્ચામાં બનેલી રહે છે. બિગ બોસમાં શહેનાઝ અને દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની જોડી પણ ખુબ ફેમસ રહી હતી, બિગ બોસ પછી પણ બંને અવાર-નવાર એકસાથે સ્પોટ થતા હતા અને બંનેની કેમેસ્ટ્રી બોન્ડિંગ ચાહકોને ખુબ પસંદ આવતી હતી.
શહેનાઝ સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક સુંદર તસવીરો શેર કરતી રહે છે. એવામાં શહેનાઝની નવી લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો કેમ કે શહેનાઝનો આવો અવતાર તમે ક્યારેય જોયો નહિ હોય. સામે આવેલી શહેનાઝની નવી તસવીરોમાં તેણે હોટ ફોટોશૂટ કરાવ્યું છે.
તસ્વીરોમાં શહેનાઝે રેડ હાઈ થાઈ સ્લીટ બેકલે સાટીન ડ્રેસ પહેર્યો છે જેમાં તે એકદમ કાતિલાના લાગી રહી છે. આ ડ્રેસ એટલો બેકલે હતો કે તેમાં તે એકદમ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. શહેનાઝના ડ્રેસની બેક સાઈડ દોરીઓ વડે બાંધેલી છે જે તેની બેકસાઇડ ફ્લોન્ટ કરી રહી છે.આ આઉટફિટ સાથે શહેનાઝે લાઈટ મેકઅપ કર્યો છે અને હાઈ હિલ્સ પણ પહેર્યા છે, શહેનાઝે પોતાના વાળને સ્ટ્રેટ લુક આપતા ઓપન રાખ્યા હતા. શહેનાઝે પહેરેલા સિલ્વર ઇયરિંગ તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યા છે.
શહેનાઝે આ આઉટફિટમાં પોતાનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે ફોટોશૂટ માટે અલગ અલગ પોઝ આપતી દેખાઈ રહી છે.વીડિયો શેર કરીને શહેનાઝે હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે.ચાહકોને શહેનાઝનો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. ચાહકોએ શહેનાઝના આ હોટ અવતાર પર “તે બધાને ક્રેઝી બનાવી રહી છે”, “આ તેનો અત્યાર સુધીનો સૌથી હોટ અવતાર છે”, “હોટનેસનું લેવલ ખુબ ઉપર કરી દીધું છે”, “બેબી ઓન ફાયર”, “હોટ એન્ડ બ્યુટીફૂલ”, “મોસ્ટ બ્યુટીફૂલ વુમન”વગેરે જેવી કમેન્ટ્સ કરી છે.
View this post on Instagram
એક સમયે જાડી દેખાતી શેહનાઝે અચાનક જ તેનું વજન ઓછું કરીને દરેકને ચોંકાવી દીધા હતા. શેહનાઝે લોકડાઉનના સમયમાં કોઈ પણ જાતની એક્સરસાઇઝ વગર માત્ર 6 મહિનામાં 12 કિલો વજન ઓછું કરીને પોતાને સ્લિમ ફિટ બનાવી હતી. શેહનાઝનું ટ્રાન્સફોર્મેશન જોઈને લોકોએ તેની ખુબ પ્રશંસા કરી હતી અને તેનું ફિટનેસ સિક્રેટ પણ જણાવા માટે કહ્યું હતું. શેહનાઝ આવનારા સમયમાં સલમાન ખાન સાથેની ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.