પોલિસે શીઝાન ખાનની સિક્રેટ ગર્લફ્રેન્ડનો ફોન કર્યો જપ્ત, તુનિષાના આત્મહત્યા પહેલા સીક્રેટ ગર્લફ્રેન્ડ સાથે દોઢ કલાક….

મોટું રહસ્ય ખુલ્યું, તુનિષાના આત્મહત્યા પહેલા શીઝાન ખાને સીક્રેટ ગર્લફ્રેન્ડ સાથે દોઢ કલાક સુધી….

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા મોત મામલે પોલિસે શીઝાનની કથિત સીક્રેટ ગર્લફ્રેન્ડનો ફોન જપ્ત કરી લીધો છે. પોલિસે બુધવારે શીઝાન ખાનની સીક્રેટ ગર્લફ્રેન્ડનો ફોન કબ્જે કર્યો કારણ કે ડિલીટ ચેટ્સને રિકવર કરવામાં આવી શકે. પહેલા સામે આવ્યુ હતુ કે શીઝાનની વોટ્સએપ ચેટથી કંઇ પણ આપત્તિજનક નથી મળ્યુ પણ આરોપીએ તેના ફોનમાંથી એક છોકરી સાથેવાળી ચેટ્સને ડિલીટ કરી દીધી હતી. જેને લઇને પોલિસને શક છે. આ છોકરીને શીઝાન ખાનની સીક્રેટ ગર્લફ્રેન્ડ કહેવામાં આવી રહી છે.

એવું માનવામાં આવી રહ્યુ છે કે આ ચેટ્સથી પોલિસને ઠોસ સબૂત હાથ લાગી શકે છે. જણાવી દઇએ કે, વસઇ કોર્ટે શીઝાન ખાનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે, 13 જાન્યુઆરી સુધી શીઝાન જેલમાં બંધ રહેશે. એએનઆઇના રીપોર્ટ અનુસાર, પોલિસે જણાવ્યુ કે, સીક્રેટ ગર્લફ્રેન્ડ સાથે પહેલા પૂછપરછ કરવામાં આવી હતી. તે બાદ તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો. રીપોર્ટ્સ પ્રમાણે, અત્યાર સુધી કેટલીક ચેટ્સ રિકવર કરાઇ છે. જેનાથી ખ્યાલ આવે છે કે શીઝાને તુનિષાની આત્મહત્યાના થોડા કલાક પહેલા કથિત સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથે દોઢેક કલાક સુધી વાત કરી હતી.

પોલીસે થોડા દિવસ પહેલા શીઝાનના ફોનમાંથી વોટ્સએપ ચેટ અને રેકોર્ડિંગ રિકવર કર્યા હતા, તમામ ચેટને સ્કેન કરવામાં આવી હતી. જો કે, બંનેની ચેટમાંથી પોલીસને કંઈ જ શંકાસ્પદ મળ્યું નથી. પોલિસ શીઝાન અને સીક્રેટ ગર્લફ્રેન્ડ વચ્ચેની વાતચીતને રિકવર કરવા ઇચ્છે છે. કેટલાક રીપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શીઝાન ઘણી છોકરીઓ સાથે વાતચીત કરતો હતો. પોલિસે શીઝાનના ફોનથી લગભગ 300 પાનાની વોટ્સએપ ચેટ જપ્ત કરી છે. આને લઇને પોલિસનું કહેવુ છે કે શીઝાનના ફોનથી તેમને ઘણા મહત્વના સુરાગ હાથ લાગ્યા છે.

તપાસમાં ઘણીવાર શીઝાન તેનું નિવેદન બદલી રહ્યો છે. બ્રેકઅપ બાદ તુનિષા શીઝાનને સતત મેસેજ કરી રહી હતી પણ શીઝાન તુનિષાને રિપ્લાય નહોતો કરતો. 21 વર્ષિય તુનિષાએ 24 ડિસેમ્બર 2022ના રોજ સીરિયલ અલી બાબા: દાસ્તાન એ કાબુલના સેટ પર મેકઅપ રૂમમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે તેના એક્સ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાન પર તુનિષાના પરિવારે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલિસે તેની ધરપકડ કરી હતી અને ત્યારથી શીઝાન જેલમાં છે.

તુનિષાની માતા વનીતા શર્મા અને તેની માતાના માનેલા ભાઇ પવન શર્માએ શીઝાન અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જેમાં ડગ, મારપીટથી લઇને અન્ય સામેલ હતા. ત્યાં શીઝાનના પરિવાર તરફથી પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં શીઝાનની માતા અને બહેનોએ બધા આરોપોને બેબુનિયાદ જણાવ્યા હતા. તેમણે કહ્યુ કે, તુનિષાની માતા અભિનેત્રીના પૈસા પર કબ્જો રાખતી હતી અને તેને પૈસા નહોતી આપતી. તુનિષા તેમના ઘણી નજીક હતી. શીઝાનની બહેનને કહ્યુ હતુ કે તુનિષા સાથે તેનો બહેન જેવો સંબંધ હતો.

Shah Jina