52 વર્ષે દિગ્ગ્જ ક્રિકેટર શેન વોર્નનું મૃત્યુ: તેનો પુત્ર છે પિતાના રસ્તે, ખુબ કરી રહ્યો છે ‘આશિકી’

દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનો પુત્ર જેક્સન ઘણો ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેનું કારણ ક્રિકેટ નથી, અફેર અને લાઈફસ્ટાઈલ છે. જ્યારે પિતા શેન વોર્ન છોકરીઓ સાથે અફેર રાખવા માટે જાણિતા છે, ત્યારે હવે પુત્ર જેક્સન પણ તેમના જ પલે ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર ​​શેન વોર્ન મેદાન પર જાદુઈ બોલિંગ ઉપરાંત તેમના રંગીન જીવનને કારણે મીડિયાની હેડલાઈન્સમાં રહેતા હતા. એવું લાગે છે કે તેનો પુત્ર જેક્સન વોર્ન પણ તેના પિતાના ‘માર્ગ’ને અનુસર્યો છે.

જેક્સને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી એવી તસવીરો પોસ્ટ કરી છે, જેને જોઈને લાગે છે કે તે તેના પિતાની જેમ રંગીન જીવન જીવવા માંગે છે. જેક્સન માત્ર 21 વર્ષનો છે, પરંતુ તેના શાનદાર સ્વભાવને કારણે તે મીડિયાની હેડલાઈન્સમાં છે. વર્ષ 2016-17ની વાત છે જયાકે જેક્સન કેટિયા ગુનલ સાથે રિલેશનશિપમાં હતો. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે ગર્લફ્રેન્ડ સાથેના ઘણા ફોટા પોસ્ટ કર્યા હતા.

જેક્સન તેના પિતાની જેમ માત્ર ક્રિકેટર જ નહીં પરંતુ બોલર પણ છે. જેક્સનની વાત કરીએ તો, તેની આ પહેલી રિલેશનશિપ ન હતી, પરંતુ આ પહેલા પણ તે કેટલીય છોકરીઓ સાથે રિલેશનશિપમાં રહી ચૂકયો છે. તેની સાથેના ફોટો પણ તે સોશિયલ મીડિયા પર મૂકતો રહેતો હતો. જેક્સનના પિતા શેન વોર્ને ક્રિકેટ કારકિર્દીમાં ઘણું બધું મેળવ્યું છે. ક્રિકેટ સિવાય તે પોતાના અફેરને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે માત્ર ઓસ્ટ્રેલિયામાં જ નહીં, વિશ્વના મહાન સ્પિનરોમાંથી એક શેન વોર્ને વર્ષ 1995માં સિમોન સાથે લગ્ન કર્યા હતા અને 2005માં છૂટાછેડા લીધા હતા. આ લગ્નથી જેક્સન વોર્નને એક સંતાન છે. આ પછી વોર્ને 18 વર્ષ નાની લિઝ હર્લી સાથે લગ્ન કર્યા.આ સિવાય ક્રિકેટર પર બ્રિટિશ નર્સ ડોના રાઈટને ગંદા મેસેજ મોકલવાનો પણ આરોપ હતો. 2006 માં, તેણે MTV પ્રસ્તુતકર્તા કોરેલી એકહોલ્ટ્ઝ અને એમ્મા સાથે જાતીય મેળાપ કર્યા હતા. જો કે, જેક્સન અને વોર્ન દરરોજ સાથે જોવા મળ્યા હતા.

આ વર્ષની શરૂઆતમાં પિતા-પુત્ર મેલબોર્નમાં રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાથે જોવા મળ્યા હતા. જયારે શેન વોર્નનો પુત્ર જેક્સન માત્ર 16 વર્ષનો હતો ત્યારે તે કટિયા ગુનલ સાથેના રિલેશનને લઇને ચર્ચામાં રહ્યો હતો. બંને રોજ સાથે જોવા મળતા હતા. બંનેની કેટલીક તસવીરો પણ મીડિયામાં સામે આવી હતી. શેનવોર્નના ત્રણ બાળકો છે જેમના નામ બ્રૂકસ, જેક્સન અને સમર છે.

Shah Jina