શિલ્પા શેટ્ટી અને તેના પતિ તેમજ જાણિતા બિઝનેસમેન રાજ કુંદ્રા આ દિવસોમાં ઘણા ચર્ચામાં છે. રાજ કુંદ્રાની ફિલ્મ રેકેટ કેસમાં મુંબઇ પોલિસે ધરપકડ કરી છે અને કોર્ટે તેમને 27 જુલાઇના રોજ 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. રાજની ધરપકડ બાદ શિલ્પાની લાઇફ પર પણ ઘણી અસર પડી છે. રાજ વિરૂદ્ધ ઘણા મોટા મોટા ખુલાસા રોજ રોજ થઇ રહ્યા છે. આ પૂરા મામલે શિલ્પા શેટ્ટીની બહેન અને અભિનેત્રી શમિતા શેટ્ટી તેની બહેન અને જીજાજીને ખુલીને સપોર્ટ કરી રહી છે.
શમિતા શેટ્ટીએ એકવાર ફરી શિલ્પા-રાજના સપોર્ટમાં એક ખાસ નોટ શેર કરી છે. તેણે લખ્યુ કે, કયારેક કયારેક આપણી અંદરની તાકાત એક મોટા જ્વાલા નથી હોતી, જેને બધા જોઇ શકે. આ માત્ર એક નાની ચિંગારી છે. જે નરમ હોય છે. “સમજ આવ્યુ… કરતા રહો”
શમિતાએ આગળ લખ્યુ કે, તમે એ નિયંત્રિત કરી નથી શકતી કે લોકો તમને કેવી ઉર્જાથી જુએ છે. લોકો તેમના વ્યક્તિગત જીવનમાં જે મુદ્દાથી ગુજરી રહ્યા છે, તે હિસાબે તેઓ બીજાના જીવનને જુએ છે. જે તમારા વિશે છે પણ નહિ. બસ જેટલુ હોઇ શકે પોતાના કામને પૂરી ઇમાનદારીથી અને પ્રેમથી કરતા રહો.
તમને જણાવી દઇએ કે, આ નોટમાં શમિતા શેટ્ટીએ રાજ કે શિલ્પાના ટેગ નથી કર્યા. એટલા માટે એવું માનવામાં આવી શકે છે કે, ગંદી ફિલ્મ રેકેટ કેસમાં ફસાયેલા રાજ કુંદ્રા અને તેમની પત્ની શિલ્પાને સપોર્ટ કરવા માટે શમિતાએ આ ખાસ પોસ્ટ લખી છે.
આ પહેલા પણ શમિતા શેટ્ટીએ ફિલ્મ “હંગામા 2″ની રીલિઝ પહેલા બહેન શિલ્પા શેટ્ટી માટે તેણે એક પોસ્ટ શેર કરી હતી. ફિલ્મના પોસ્ટર સાથે તેમણે શિલ્પા માટે એક નોટ પણ લખી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી પર SEBI એ પણ કાર્યવાહી કરી છે અને 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
View this post on Instagram