બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા આ દિવસોમાં ચર્ચામાં છે. શિલ્પા શેટ્ટી અને તેમના પરિવાર પર આ દિવસોમાં મુશ્કેલીભર્યુ વાતાવારણ છે. શિલ્પા શેટ્ટીના મુશ્કેલ સમયમાં શિલ્પાને તેની બહેન શમિતા શેટ્ટીનો પૂરો સપોર્ટ મળી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે શિલ્પા શેટ્ટીના લગ્ન બાદ શમિતા ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી.
શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે શમિતા શેટ્ટી “બિગબોસ 3″ના ઘરમાં હતી. જો કે, શિલ્પા શેટ્ટીના લગ્ન માટે તેણે શો છોડી દીધો હતો. વર્ષ 2016માં શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રા અને શમિતા શેટ્ટી “ધ કપિલ શરેમા શો” પહોંચ્યા હતા. આ દરમિયાન શમિતાએ તેની લાઇફ સાથે જોડાયેલ કેટલીક વાતો શેર કરી હતી.
શમિતાએ કહ્યુ હતુ કે, શિલ્પાના લગ્ન બાદ તે એક મહિના સુધી ડિપ્રેશનમાં રહી હતી. શમિતાએ કહ્યુ કે, હું ખુશ હતી જયારે રાજ અને શિલ્પાના લગ્ન થયા હતા. હું એક મહિના સુધી ડિપ્રેશનમાં રહી હતી કારણ કે જયારે શિલ્પા શેટ્ટી ઘરે હતી ત્યારે અમે ઘણુ હસતા હતા, અમે તેને ખૂબ મિસ કરતા.
એ જ એપિસોડમાં કપિલ શર્માએ રાજ કુંદ્રાને પૂછ્યુ હતુ કે, તમે કંઇ પણ કર્યા વગર પૈસા કેવી રીતે કમાઇ લો છો. શિલ્પા શેટ્ટીએ કહ્યુ કે, આ ગલતફેમી છે. તે ખૂબ જ મહેનત કરે છે. તે એટલી મહેનત કરે છે કે હું તમને જણાવી નથી શકતી.
સોશિયલ મીડિયા પર શમિતા શેટ્ટીએ શિલ્પા શેટ્ટીનો સપોર્ટ કર્યો હતો. શમિતાએ શિલ્પાની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યુ કે, આઇ લવ યુ મુનકી અને હું તારા બધા જ સારા અને ખરાબ સમયમાં સાથે રહીશ. રાજ કુંદ્રા કેસની વાત કરીએ તો, તેઓ હાલ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.