રાજ કુંદ્રાની ધરપકડ વચ્ચે રાજની સાળી એવી જગ્યાએ સ્પોટ થઇ કે યુઝરે કહ્યુ- જીજુ જેલમાં છે અને આ…

જીજાજી રાજ કુંદ્રાના જેલમાં છે અને સાળી અહીંયા મોજથી ફરતી દેખાઈ, લોકોએ લીધી આડે હાથ- જુઓ વીડિયો

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણિતા બિઝનેસ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેમના પર કથિત રીતે ફિલ્મોના નિર્માણ અને તેને એપ પર પ્રકાશિત કરવાનો આરોપ છે. આ વચ્ચે શિલ્પા અને રાજ સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં છે અને આ વચ્ચે તેમના પરિવાર પર પણ ઘણી મુશ્કેલીઓ છે.

રાજ કુંદ્રા કોન્ટ્રોવર્સી વચ્ચે શિલ્પા શેટ્ટીની બહેન અને રાજ કુંદ્રાની સાળી તેમજ અભિનેત્રી શમિતા શેટ્ટીને મુંબઇના જૂહુના એક સલૂનમાં સ્પોટ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાની ધરપકડ બાદ તેમની સાળી શમિતા શેટ્ટીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. હાલમાં જ તે સલૂન ગઇ હતી અને તેને લઇને પણ તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.

Image source

“મોહબ્બતેં” ફિલ્મ અભિનેત્રી શમિતા શેટ્ટી સોમવારે મુંબઇના જૂહુ સ્થિત એક સલૂનમાં જતા સ્પોટ થઇ હતી. શમિતાએ આ દરમિયાન ડેનિમ શોર્ટ્સ અને ટીશર્ટ પહેરી હતી. શમિતાનો વીડિયો સામે આવતા જ યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. અભિનેત્રીનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેના પર યુઝર્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.

Image source

કેટલાક યુઝર્સ તો શમિતાના સલૂન જવા પર તેને ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સે રાજ કુંદ્રા કોન્ટ્રોવર્સીનો હવાલો આપતા શમિતા શેટ્ટીને નિશાના પર લીધી હતી. એક યુઝરે શમિતાના આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યુ કે, જીજુના પૈસા પર એશ કરે છે અને આજે જીજુ જેલમાં છે અને સાળી પાર્લર જઇ રહી છે. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, આને કોઇ ફરક પડતો નથી કે જીજુ જેલમાં છે. તે  આને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા.

શમિતાએ હાલમાં જ થોડા સમય પહેલા શિલ્પાની ફિલ્મનો સપોર્ટ કરતા પોસ્ટ શેર કરી હતી. આ પહેલા પણ તે શિલ્પાને સપોર્ટ કરી ચૂકી છે. તમને જણાવી દઇએ કે, સોમવારે જ શિલ્પા શેટ્ટીએ આ મામલે તેનું ઓફિશિયલ સ્ટેટમેંટ જારી કર્યુ છે. જેમાં તેણે સ્પષ્ટ લખ્યુ છે કે, અત્યાર સુધી તેણે રાજ કુંદ્રા કેસ મામલે કોઇ પણ નિવેદન આપ્યુ નથી અને તે આગળ પણ આ મામલે ચુપ્પી સાધશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina