શિમલાની પહાડીઓ વચ્ચે હોટ બિકિની પહેરી સ્વિમિંગ પુલમાં ઉતરી આ અભિનેત્રી, હોટનેસ જોઇ ચાહકોના દિલની વધી ગઇ ધડકન

ટીવીથી લઈને બોલિવૂડ સુધી અભિનેત્રી શમા સિકંદરે પોતાના અભિનયનો જાદુ ચલાવ્યો છે. તેની અત્યાર સુધીની કારકિર્દીમાં તેણે તમામ પ્રકારના પાત્રોને પડદા પર નિભાવ્યા છે, ખાસ વાત એ છે કે દર્શકોને શમાનું દરેક સ્વરૂપ પસંદ આવ્યું છે. જો કે તેને તેના બોલ્ડ લુકથી ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ મળી છે. શમાએ ભલે તેના અભિનયના આધારે સફળતા ન મેળવી હોય, પરંતુ તેણે હંમેશા તેના બોલ્ડ દેખાવથી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. શમાના ચાહકો આજે તેની એક ઝલક મેળવવા માટે આતુર રહેતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. શમા લગભગ દરરોજ ફેન્સ સાથે નવા નવા લુક શેર કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. આ લુકમાં શમા ઘણી હોટ લાગી રહી છે. આ સમયે શમા સિકંદર તેના પતિ જેમ્સ મિલિરોન સાથે પહાડોમાં વેકેશન માણવા ગઈ છે. આ દરમિયાન શમા સિકંદરે એક વીડિયો પોસ્ટ કર્યો છે. તે કહે છે કે તે હંમેશા પહાડોના આ સુંદર નજારા સાથે જીવવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમા સિકંદરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં તે બ્લેક અને બ્લુ બિકીમાં જોવા મળી રહી છે. પાછળ સુંદર ખીણો, સુંદર પર્વતો પણ જોવાઇ રહ્યા છે અને શમા સિકંદર હોટલના પ્રાઇવેટ સ્વિમિંગ પૂલમાં આ નજારો માણતી જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે શમા સિકંદરે કેપ્શનમાં પોતાના દિલ વિશે લખ્યું છે. શમા સિકંદરે લખ્યું, “યાર, કંઈ પણ બોલો, પહાડો પર જવું અલગ છે, નહીં ?” ચાહકોને શમા સિકંદરનો આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ♦ (@indianactressstardom)

કેટલાક ચાહકો હાર્ટ ઇમોજી બનાવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે તો કેટલાક ફાયર ઇમોજી બનાવી રહ્યા છે. એકે લખ્યું, ‘તમે પાણીમાં આગ લગાવી રહ્યા છો.’ જાએ લખ્યું, ‘મારી મનપસંદ.’શમા સિકંદર બિકીમાં તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે શમા સિકંદરે બોયફ્રેન્ડ જેમ્સ મિલીરોન સાથે ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તે બંનેના ગોવા ડેસ્ટિનેશન વેડિંગ હતા. આ લગ્નમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

લગ્ન બાદ શમા સિકંદરે હનીમૂન પર પણ બિકી પહેરી હતી અને આ દરમિયાન અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી હતી. ત્યારે પણ તેની તસવીરો ચર્ચામાં રહી હતી. શમાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘યે મેરી લાઈફ હૈ’ અને ‘CID’થી ખૂબ જ ફેમસ થઈ હતી. તેણે આમિર ખાનની ફિલ્મ ‘મન’ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મો પણ કરી.તેણે સિરિયલ ‘બાલવીર’માં ‘ભયંકર પરી’નું પાત્ર ભજવીને કરોડો દર્શકોના દિલ જીતી લીધા. શમા સિકંદરે બાયપાસ રોડ, , માયા, પ્રેમ અગન, અંશ ધ ડેડલી પાર્ટ, ધૂમ ધડકા, બસ્તી અને સેવન જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાનો અભિનય ફેલાવ્યો છે.

Shah Jina