શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન આ સમયે ડગ કેસમાં આર્થર રોડ જેલમાં છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, શાહરૂખ ખાનનો સ્ટાફ આર્યન ખાન માટે જમવાનું અને કેટલીક જરૂર વસ્તુઓ લઇને આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ પણ થઇ રહ્યો છે. ખબર છે કે, આર્યન ખાનને જેલમાં અન્ય કેદીઓ સાથે સવારે 6 વાગ્યે ઉઠાડી અને નાશ્તામાં પૌઆ આપવામાં આવી રહ્યા છે.
હાલ શાહરૂખ ખાનના સ્ટાફનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં તેઓ જેલ તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે, આર્યન માટે ખાવાનો સામાન ઉપરાંત તેની કેટલીક જરૂરિયાતોનો સામાન લઇને શાહરૂખ ખાનનો સ્ટાફ પહોંચ્યો હતો, પરંતુ તેમને ઇજાજત મળી નહિ.
જેલના સ્ટાફે આર્યન ખાન માટે કંઇ પણ સામાન અંદર લઇ જવાની ના કહી દીધી. જો કે, આ પહેલીવાર નથી કારણ કે આ પહેલા NCB પણ આવું કરવા માટે ના કહી ચૂકી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આર્યન ખાન 3 ઓક્ટોબથી NCBની કસ્ટડીમાં હતા, ત્યારે દીકરા માટે ગૌરી ખાન બર્ગર લઇને પહોંચી હતી, પરંતુ NCBએ આના માટે ઇજાજત આપી ન હતી.

આર્યન ખાનને અન્ય કેદીઓની જેમ જેલ રૂટિનનું પાલન કરવાનું રહેશે અને તેમને કોઇ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે નહિ. બપોરે જમવામાં 11 વાગ્યે ચપાતી, શાકભાજી અને દાળ, ભાત આપવામાં આવશે. જો કે, એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે, અન્ય કેદીઓની જેમ આર્યનને એકસ્ટ્રા ખાવાનું જોઇએ તો તેને તે માટે અલગથી પૈસા ચૂકવવાના રહેશે, આ માટે આર્યન મનીઓર્ડરથી પૈસા મંગાવી શકે છે.
View this post on Instagram