માતાના ICUમાં છેલ્લાં શ્વાસ ચાલતા હતા અને શાહરૂખે કરી હતી આ ખરાબ વાતો, જાણીને દંગ રહી જશો

મમ્મીના અંતિમ સમયે કેમ શાહરુખ ખાને બેડ પર ખરાબ વાતો કરી? જાણીને અક્કલ કામ નહિ કરે …

બોલિવૂડમાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનનો એક્કો ચાલે છે અને એની પાસે અત્યારે એટલી અઢળક સંપત્તિ છે કે આજે કોઈ પણ વસ્તુની કમી નથી. જે ઈચ્છે એ ખરીદી શકે છે. તેણે દેશ-વિદેશનાં ફેમસ એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે,

પણ આ મુકામને મેળવવા માટે શાહરૂખે જેટલી મહેનત કરી છે તે પણ કોઈથી છૂપી નથી. હાલમાં જ શાહરૂખ ખાને પોતાના જીવનની મહત્વપૂર્ણ વાતો ફેન્સની સાથે શેર કરી હતી.

શાહરુખ ખાન ઉમર અત્યારે 55 થઇ ગઈ છે. 2 નવેમ્બર, 1965માં દિલ્હીમાં જન્મેલા SRK ની 15 વર્ષની ઉંમરમાં પપ્પા મીર તાજ મોહમ્મદ ખાનને ગુમાવી દીધા હતા અને 10 વર્ષ પછી એટલે કે 25 વર્ષની ઉંમરમાં એક્ટરની મમ્મી લતીફ ફાતિમા ખાનનું મોત થયું હતું.

શાહરુખ ખાને ‘ધ અનુપમ ખેર શોઃ કુછ ભી હો સકતા હૈ’માં કહ્યું હતું કે તેણે માતાને અંતિમ સમયમાં ઘણી જ હેરાન કરી હતી. આ પાછળનું કારણ ઘણું જ ઈમોશનલ છે. થોડાક વર્ષો પહેલા આપેલાં એક ઈન્ટરવ્યૂમાં SRK એ જણાવ્યુ હતુકે,

તેઓ પોતાના મમ્મી લતીફ ફાતિમા ખાનના બહુજ નજીક હતા અને તેમના મૃત્યુના સમયે તેમને જાણી જોઈને હેરાન કરતા હતા. શાહરૂખે તેની પાછળ કારણ પણ જણાવ્યુ હતુ. શાહરૂખની માતાનું નિધન 1990માં થયુ હતુ.

તેમને જણાવ્યુ હતું કે , મને એવું લાગતુ હતુકે, જે લોકો મરે છે તેઓ પોતાના જીવનથી સંતુષ્ટ હોય છે. તેમને જીવનમાં બીજી કોઈ વસ્તુની ચિંતા હોતી નથી. એવું એટલા માટે કારણકે મૃત્યુ વિશે મારો આ અજીબ વિચાર હતો. મે મારા પરિવારમાં કોઈને નાની ઉંમરમાં મરતા જોયા ન હતા.

તેમને આગળ જણાવ્યુકે, મને લાગતું હતુ કે, જો તમે તમારા જીવનથી સંતુષ્ટ હોવ, તો જ તમને મૃત્યુ આવશે. જ્યારે મારી માતા ICUમાં દાખલ હતા. તો હું તેમની પથારીની બાજુમાં બેસીને કહેતો, હું મારી મોટી બહેનને બહુજ પરેશાન કરીશ.

શાહરૂખે આગળ જણાવ્યુ કે, હું તેને મેરેજ કરવા નહી દઉ, કામ પણ નહિ અને હું દારૂ પીવાનું ચાલુ કરી દઈશ, હું ખરાબ વાતો એટલા માટે કરતો હતો કે કદાચ તેનાં નિર્વાણના માર્ગમાં આવે. મને લાગતું હતુ કે, તે વિચારશે કે આ છોકરો આવું બધુ કરશે તો મારે હજી પણ તેની ચિંતા કરવાની જરૂર છે, પરંતુ એવું કશું જ થયુ નહી.

મને લાગતું હતું કે આવી પ્રકારની તે એવું વિચારશે કે મારો છોકરો ખરેખર આવું કરશે તો.. હજુ તેને મારી જરૂર છે.” પરંતુ અંતે નિરાશા સાથે SRK એ કહ્યું, “આ બધી વાતોનો કોઈ ફાયદો ના થયો અને મારી મતાનું નિધન થયું.”

YC