જીવનશૈલી મનોરંજન

દીકરી મિશાના જન્મદિવસ પર ભાવુક થઇ શાહિદ કપૂરની પત્ની મીરા, શેર કરી આ ખાસ તસ્વીર- જુઓ ક્લિક કરીને

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતની દીકરી મિશા કપૂર ૩ વર્ષની થઇ ગઈ છે ત્યારે આ ખાસ અવસર પર મીરાએ મિશાની એક ખૂબ જ સુંદર તસ્વીર શેર કરી છે અને સાથે જ દીકરીને જન્મ આપવા પર એક સુંદર મેસેજ પણ લખ્યો છે.

મીરા રાજપૂતે પોતાના ઇંસ્ટાગ્રામ પર મિશાની એક સમયની તસ્વીર શેર કરી છે જયારે તેનો જન્મ થયો હતો. મીરાએ આ તસ્વીર શેર કરીને લખ્યું, ‘હું તમને ખૂબ જ પ્રેમ કરું છું… મારી પ્રેમાળ પરી મિશાને જન્મદિવસની ખૂબ જ શુભકામનાઓ… હું ભગવાન પાસેથી તારી ખુશીઓ માટે આશીર્વાદ માંગીશ. અમારા જીવનનને રોશન કરવા માટે આભાર.’

 

View this post on Instagram

 

If I say cheese will you give me a lollipop 🍭

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

મીરાની આ પોસ્ટ પર સામાન્ય લોકોની સાથે જ બોલીવૂડના સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહયા છે. બોલિવૂડ અભિનેત્રી કિયારા આડવાણી, સિંગર કનિકા કપૂર, દિયા મિર્ઝા અને આશિષ ચંચલાની સહિતના ઘણા સેલેબ્સે મિશાને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

 

View this post on Instagram

 

#shahidkapoor with #mirakapoor and kids #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

દીકરીના જન્મદિવસ પર શાહિદ અને મીરા પાર્ટીના મૂડમાં જોવા મળ્યા. મિશાના જન્મદિવસે શાહિદ-મીરાએ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં આખો પરિવાર સાથે જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

#abramkhan arrives for baby #mishakapoor birthday #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ત્યારે મિશાના જન્મદિવસની પાર્ટીમાં શાહરુખ ખાન અને ગૌરી ખાનનો દીકરો અબરામ પણ પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

1. Z: “Oh cool can I play with that flower” 2. M: “Ya let me help you hold it” 3. M: “MOM HE JUST PINCHED ME”

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

નોંધનીય છે કે શાહિદ અને મીરા ઘણીવાર પોતાના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. મીરા ૩ વર્ષની થઇ ગઈ છે ત્યારે આવતા મહિને શાહિદ-મીરાનો દીકરો જૈન પણ એક વર્ષનો થઇ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks