ગૌરી ખાન અને અબરામ સાથે ન્યુ યર સેલિબ્રેશન માટે જામનગર પહોંચ્યો શાહરૂખ, હુડીથી છુપાવ્યો ચહેરો- જુઓ વીડિયો

હજુ ખત્મ નથી થયુ અંબાણીનું જશ્ન, શાહરૂખ પરિવાર સાથે પહોંચ્યો જામનગર

લગ્ન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ પહેલી ન્યૂ યર પાર્ટી છે. આ વખતે અંબાણી પરિવાર નવા વર્ષ 2025ની ઉજવણી જામનગરમાં કરી રહ્યો છે, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ન્યૂ યર સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને બાળકો સાથે જામનગર પહોંચ્યો છે,

જ્યારે અંબાણી પરિવારે તાજેતરમાં સલમાન ખાનનો બર્થ ડે જામનગરમાં મનાવ્યો હતો. સલમાન ખાનના જન્મદિવસની ભવ્ય ઉજવણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. નીતા-મુકેશ અંબાણીએ ભાઈજાનનો જન્મદિવસ વનતારામાં ઉજવ્યો હતો. ત્યારે હવે કિંગ ખાન તેની પત્ની ગૌરી અને નાના દીકરા અબરામ સાથે જામનગર પહોંચ્યો છે.

તે ન્યુ યર સેલિબ્રેશન અંબાણી પરિવાર અને બીજા સ્ટાર્સ સાથે જામનગરમાં કરશે. એરપોર્ટ પર કિંગ ખાનના આગમનનો વીડિયો પણ સામે આવ્યો હતો. ‘જવાન’ સુપરસ્ટાર બ્લેક ટી-શર્ટ અને હૂડીમાં જોવા મળ્યો હતો, આ હુડીથી તેણે પોતાનો ચહેરો પણ છુપાવ્યો હતો. બીજી તરફ, શાહરૂખની પત્ની ગૌરી વ્હાઇટ શર્ટ, યલો બ્લેઝર, લૂઝ જીન્સ અને બ્લેક સનગ્લાસમાં બોસ લેડી વાઇબ આપતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને બાળકો અબરામ અને સુહાના ખાન સાથે છુટ્ટીઓ વીતાવી અલીબાગથી પરત ફર્યો છે. નવા વર્ષનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, અને આ વચ્ચે ખાન પરિવાર અંબાણી પરિવાર સાથે ખાસ ઉજવણી માટે જામનગર પહોંચ્યો. આ દરમિયાન કંઇક એવું જોવા મળ્યુ જે પછી લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા. આ એવ હતુ કે કિંગ ખાન સાથે એક પેટ ડોગ જોવા મળ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina