બ્રેકીંગ ન્યુઝ: મશહૂર એક્ટ્રેસની ગાડીનો ખતરનાક એક્સીડન્ટ, બે મજૂરોને મારી ટક્કર-એકનું મોત

ઉર્મિલા કોઠારે, મરાઠી સિનેમાનું મોટું નામ… જો કે આ દરમિયાન એક્ટ્રેસ વિવાદોમાં આવી ગઈ છે. હકીકતમાં, શનિવારે વહેલી સવારે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં ઉર્મિલા કોઠારેની કાર સાથે અથડાતાં એક મજૂરનું મોત થયું અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે આ મામલે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસે પોતે જણાવ્યું હતું કે આ કાર અકસ્માતમાં ઉર્મિલા કોઠારે પણ ખરાબ રીતે ઘાયલ થઈ હતી અને તેનો ડ્રાઈવર પણ ઘાયલ થયો છે. કોઠારે શૂટિંગ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ અકસ્માત પોઈસર મેટ્રો સ્ટેશન પાસે થયો હતો. ડ્રાઈવરે મેટ્રો પ્રોજેક્ટ પર કામ કરી રહેલ 2 મજૂરોને અડફેટે લેતા એકનું મોત થયુ હતુ. સમયસર એરબેગ ખુલી જવાને કારણે ઉર્મિલાને ખૂબ ગંભીર ઈજાઓ થઈ નહોતી.

ઉર્મિલાએ ‘દુનિયાદારી’, ‘શુભમંગલ સાવધાન’ અને ‘તી સધ્યા કાય કરતે’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. ઉર્મિલાએ વર્ષ 2014માં તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું, તે સમયે તેણે વેલકમ ઓબામાંમાં કામ કર્યું હતું. તેનો પરિવાર પણ મરાઠી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તે 2006માં ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’માં આદિનાથને મળી હતી. વર્ષ 2011માં એક્ટર અને ડાયરેક્ટર આદિનાથ કોઠારે સાથે તેણે લગ્ન કર્યા. 2018માં બંનેએ પ્રથમ પુત્રી જીજા કોઠારેનું સ્વાગત કર્યું.

આદિનાથ કોઠારેના પિતા એટલે કે ઉર્મિલાના સસરા પણ મરાઠી ઉદ્યોગના જાણીતા ફિલ્મ નિર્માતા છે. ઉર્મિલા એક ટ્રેડ કથક ડાન્સર છે. લગભગ 12 વર્ષ પછી ઉર્મિલા નાના પડદાની સિરિયલ ‘તુજચ મી ગીત આહે’ થી કમબેક કરી રહી છે. ઉર્મિલાએ હિન્દી સિરિયલોમાં પણ કામ કર્યું છે, તે 2007 થી 2008 દરમિયાન ‘માયકા’માં જોવા મળી હતી. તેને મરાઠી ફિલ્મ ‘માલા આઇ વ્યાહચી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

Shah Jina