શું સેક્સ દરમિયાન કે પછી પણ આવી શકે છે હાર્ટ એટેક ? જાણો અભ્યાસ શું કહે છે

સુહાગરાતે દુલ્હા-દુલ્હનના હાર્ટએટેકથી મોત: શું બિસ્તર પર ગર્લફ્રેન્ડ કે ઘરવાળી સાથે રંગરેલિયા મનાવતા હોય તો હાર્ટ એટેકથી મરી જશો? વાંચો અંદરની વિગત

Heart attack can occur during sex : યુપીના બહરાઈચમાં એક લગ્નની ખુશી બીજા દિવસે જ માતમમાં ફેરવાઈ ગઇ. લગ્નની રાત્રે બંને પતિ-પત્ની રૂમમાં ગયા અને બીજા દિવસે સવારે બંને રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા. હાર્ટ એટેકને કારણે નવ દંપતીનું મોત થયું હોવાનું પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સામે આવ્યુ.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેને એક જ સમયે હાર્ટ એટેક આવ્યો હતો અને બંનેની કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે તે રૂમની પણ તપાસ કરી. જો કે, આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સોશિયલ મીડિયા પર પણ આ અંગે સવાલો પૂછવામાં આવી રહ્યા છે. ત્યારે એક અભ્યાસ અનુસાર, સેક્સ દરમિયાન પણ કેટલાક એવા કિસ્સાઓ હતા જ્યારે કપલનું અચાનક મૃત્યુ થયું હતું. સેક્સની ઘણી ફાયદાકારક શારીરિક અને માનસિક અસરો છે.

તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા અને સારી ઊંઘ માટે ફાયદાકારક છે. સેક્સની શારીરિક ક્રિયા ઓક્સીટોસિન નામના હોર્મોનને પણ મુક્ત કરે છે, જેને લવ હોર્મોન કહેવાય છે. આ હોર્મોન પીયૂષ ગ્રંથિમાંથી મુક્ત થાય છે, જે મગજમાં હાઇપોથેલેમસના નીચેના ભાગમાં હોય છે.

 

પ્રેમ અને ઘનિષ્ઠ સંબંધોની ભાવનાઓ બનાવવામાં આ હોર્મોનનું વિશેષ મહત્વ છે. તેને હગ એન્ડ લવ હોર્મોન પણ કહેવામાં આવે છે. જે લોકો વચ્ચે વિશ્વાસ અને બોન્ડ બનાવવા માટે મહત્વપૂર્ણ છે. પરંતુ આની એક બીજી બાજુ પણ છે. લોકો ક્યારેક સેક્સ દરમિયાન અથવા તેના થોડા સમય પછી મૃત્યુ પામે છે. જો કે, આ બહુ ઓછા કિસ્સાઓમાં જોવા મળ્યું છે. અચાનક મૃત્યુ કિસ્સાઓમાં 0.6% માટે જવાબદાર છે.

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ડરવાની કોઈ વાત નથી અને આ સંખ્યા ઘણી ઓછી છે. હાર્ટ એટેક અને મૃત્યુના અન્ય ઘણા કારણો પણ છે. મોટાભાગના કિસ્સાઓમાં, એવું જોવામાં આવે છે કે જાતીય પ્રવૃત્તિ માટે પ્રિસ્ક્રિપ્શન દવા અથવા કોકેઈન જેવી દવાઓનું સેવન પણ કારણ છે. જેમ જેમ લોકો વૃદ્ધ થાય છે તેમ તેમ અચાનક કાર્ડિયાક અરેસ્ટ થવાનું જોખમ વધે છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ પર આધારિત જર્મન અભ્યાસ મુજબ 33 વર્ષના સમયગાળામાં 32,000 અચાનક મૃત્યુમાંથી 0.2% જાતીય પ્રવૃત્તિ દરમિયાન થયા છે. અચાનક મૃત્યુ મોટે ભાગે પુરુષોમાં (મધ્યમ વય 59 વર્ષ) અને સૌથી વધુ કારણ હૃદયરોગનો હુમલો હતો, જેને માયોકાર્ડિયલ ઇન્ફ્રક્શન પણ કહેવાય છે. અમેરિકા, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયામાં અચાનક કાર્ડિયાક મૃત્યુ અને જાતીય પ્રવૃત્તિના અભ્યાસો સમાન તારણો દર્શાવે છે.

તાજેતરમાં, સેન્ટ જ્યોર્જ, લંડન યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું કે આ ઘટના માત્ર આધેડ વયના પુરુષો સુધી મર્યાદિત નથી. જેએએમએ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જાન્યુઆરી 1994થી ઓગસ્ટ 2020 વચ્ચે અચાનક હાર્ટ એટેકથી મૃત્યુના 6,847 કેસોની તપાસ કરવામાં આવી હતી.

તેમાંથી 17 (0.2%) સેક્સ દરમિયાન અથવા તેના એક કલાકની અંદર મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ સમયે સરેરાશ ઉંમર 38 વર્ષ હતી, અને 35% મામલામાં મહિલાઓના થયા હતા, જે અગાઉના અભ્યાસો કરતા વધારે છે. ઉલ્લેખનીય છે કે,દિલ્હીની એપોલો હોસ્પિટલના સિનિયર ડોક્ટર અનુસાર, ક્યારેક અતિ ઉશ્કેરાટમાં કે વધારે પડતી જાતિય પ્રવૃતિને કારણે પણ મોત થઈ શકે છે. સેક્સ દરમિયાન ધબકારા સામાન્ય કરતાં વધી જતા હોય છે અને એટલે હાર્ટની ગતિમાં વિક્ષેપ પડવાને કારણે સેક્સ દરમિયાન કોઈનું પણ મોત થઈ શકે છે.

Shah Jina