ભયંકર અકસ્માત : બે બસો વચ્ચે જોરદાર ભિડંત, 40ના દર્દનાક મોત, 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત

અહીં હાઇવે પર થયો ભીષણ અકસ્માત, બે બસો વચ્ચે જોરદાર ભિડંતથી 40ના દર્દનાક મોત, 3 દિવસનો રાષ્ટ્રીય શોક

ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી ઘણીવાર ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવે છે. જેમાં ઘણા લોકો મોતને ભેટે છે, તો ઘણા ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. ત્યારે હાલમાં ભીષણ અકસ્માતની એક ખબર સામે આવી છે. બે બસો વચ્ચેની જોરદાર ટક્કરમાં 40 લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી રહી છે, જ્યારે 78 લોકો ઘાયલ થયા છે. સરકારે આ અકસ્માત પર દુખ જતાવતા દેશમાં ત્રણ દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. અકસ્માતની આ ઘટના આફ્રીકી દેશ સેનેગલની અને રવિવારની જણાવવામાં આવી રહી છે.

અકસ્માત સેંટ્રલ સેનેગલના કૈફરીનમાં રાષ્ટ્રીય રોડ નંબર એક પર સવારે થઇ હતી. સમાચાર એજન્સીઓ અનુસાર, સેંટ્રલ કૈફરીનમાં રવિવારે 3.15 વાગ્યા આસપાસ આ અકસ્માત થયો હતો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, કૈફરીનમાં રાષ્ટ્રીય રોડ નંબર એક પર બે બસો વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. ટક્કરની ઘટના બાદ રોડથી ગુજરી રહેલી રાહગીરોએ ઘટનાની સૂચના પોલિસને આપી અને તે બાદ પોલિસે ઘટનાસ્થળ પર પહોંચી રેસ્કયૂ કાર્ય શરૂ કર્યુ. અકસ્માતની સૂચના મળતા જ પોલિસ અને ફાયર બ્રિગેડની ટીમ બંને બસોમાં ફસાયેલ યાત્રિઓને બહાર નીકાળ્યા.

જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. જ્યાં ડોક્ટર્સે 40 લોકોને મૃત ઘોષિત કર્યા. 78 ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બસ મોરિટાનિયાની સીમા નજીક સ્થિત રોસો શહેર તરફ જઇ રહી હતી. બસ કૈફરીનમાં ગનીબી ગામ પાસે પહોંચી હતી કે સામેથી આવી રહેલી એક બસ સાથે તેની ભિડંત થઇ.આ બસમાં 60 લોકોના બેસવાની ક્ષમતા હતી.

જો કે, અકસ્માત સમયે બસમાં કેટલાક લોકો સવાર હતા તેના સંબંધમાં કોઇ ઓફિશિયલ જાણકારી હજુ સામે આવી નથી. ઘટનાનું કારણ એક બસનું ટાયર ફાટવાનું જણાવવામાં આવી રહ્યુ છે. અકસ્માત પર દુખ વ્યક્ત કરતા સેનેગલના રાષ્ટ્રપતિ મૈકી સોલે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકનું એલાન કર્યુ છે. તેમણે મૃતકોના પરિવારજન પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.

Shah Jina