હાથમાં ગરમ સ્ટવ ઉપર કઢાઇમાં ઉકળતા તેલમાં તળતા સમોસા વેચી રહ્યો છે આ નવ યુવાન, વીડિયો જોઈને તમે પણ તેની મહેનતને કરશો સલામ

કોરોનાએ ઘણા લોકોને બેરોજગાર બનાવી દીધા, ઘણા લોકો આજે પણ નોકરીની શોધમાં ઠેર ઠેર ભટકી રહ્યા છે તો ઘણા લોકો એવા પણ છે જેમેણે નેનો મોટો રોજગાર પણ શોધી લીધો છે અને પોતાનો ધંધો ચાલવાવ માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એવા જે મહેનતી નવ યુવાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વિડિયો હૃદય સ્પર્શી છે. આ વીડિયો જોયા પછી તમારી આંખો પણ ભીની થઈ જશે. વીડિયો આપણને એક મોટો પાઠ આપી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક હાથમાં ગરમ ​​કઢાઈ અને સળગતો સ્ટવ લઈને સમોસા વેચી રહ્યો છે. વીડિયો જોયા પછી લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો.

આ યુવકની મહેનત અને મહેનત કરવાની ખેવના જોઈ લોકોના દિલ ધ્રૂજી ઉઠે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક તેના પરિવારનું પેટ ભરવા માટે સમોસાની આ ચાલતી ફરતી દુકાન લઈને ફરે છે. આ જોઈને તમે પણ યુવકના વખાણ કર્યા વિના નહીં રહી શકો. , વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક હાથમાં કન્ટેનર લઈને ફરે છે. આ સાથે તે પોતાના હાથમાં એક ટેમ્પરરી સ્ટવ પણ રાખે છે, જેના પર એક કઢાઈ રાખવામાં આવી છે અને તેમાં સમોસા તળાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Wasan (@youtubeswadofficial)

વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે એક ટેમ્પરરી કન્ટેનર અને હોટ સ્ટવ એવી રીતે બનાવ્યો છે કે તેને ઉપાડીને ગમે ત્યાં લઈ જઈ શકાય. વીડિયોમાં તેના હાથમાં સમોસાથી ભરેલી ડોલ અને ટોપલી જોવા મળી રહી છે. છોકરો આ બધું લઈને એક જગ્યાએ બેસી જાય છે અને પછી ગરમ તેલમાં સમોસા કાઢવા લાગે છે. આ યુવક રૂ.10માં 4 સમોસા વેચે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel