માતાનો જીવ બચાવવા માટે દીકરી બની બાહુબલી, કર્યુ એવું કામ કે લોકો તારીફ કરતા નથી થાકી રહ્યા
દીકરીઓ માત્ર ઘરનું ગૌરવ નહિ પરંતુ રક્ષક પણ હોય છે. આ મિસાલ આપી છે એ બહાદુર દીકરીએ જે તેની માતાનો જીવ બચાવવા બાહુબલી બની અને ભારે ઓટો જે પલટી ખાઇ ગઇ હતી તે ઉપાડી. આ દીકરીની બહાદુરીની કહાની સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ચર્ચાઈ રહી છે.
વાસ્તવમાં આ દીકરીની સામે તેની માતાનો અકસ્માત થયો હતો, ત્યારપછી દીકરીએ માતાનો જીવ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો. તેણે એકલા હાથે ઓટો ઉપાડીને ઓટો નીચે દટાયેલી માતાને બચાવી લીધી. આ મામલો મેંગલોરના રામનગર વિસ્તારની છે. જ્યાં એક માતા તેમની પુત્રીને ટ્યુશનમાંથી પાછી લેવા માટે પહોંચી હતી.
પરંતુ જેવી જ તેમણે રસ્તો ક્રોસ કર્યો કે ત્યારે તેજ રફતારમાં આવી રહેલ એક ઓટો જે લેફ્ટ સાઇડ જઇ રહી હતી તેણે એક ઊભેલી બાઇકને ટક્કર મારી દીધી. ઓટોની ઝડપ એટલી વધારે હતી કે તે પલટી ગઇ અને આ મહિલા ઓટો નીચે દબાઈ ગઇ. ત્યારે સામેથી આવતી તેની દીકરી આ જુએ છે અને તરત જ બૂમો પાડીને માતા પાસે જાય છે અને ઓટોને સીધી કરી દે છે. ત્યારે જ અન્ય લોકો પણ મદદ માટે આગળ આવે છે.
દીકરી તેની માતાને હિંમત આપવાનો પ્રયત્ન કરે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને પછી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.
इस बच्ची की हिम्मत की दाद दीजिए!
हादसा कर्नाटक के मैंगलोर के बाहरी इलाके किन्निगोली में हुआ जब एक मां अपनी बेटी को ट्यूशन से लेने जा रही थी.
हादसे के बाद मां को हॉस्पिटल में एडमिट कराया गया. ऑटो चालक और पैसेंजर को मामूली चोट आई है.#Karnataka #Mangalore #Accident #CCTV pic.twitter.com/Mdg1IJa7CM
— AajTak (@aajtak) September 9, 2024