‘આ કળયુગ છે…’ વિદેશમાં રહે છે દીકરીઓ, ભારતમાં વૃદ્ધ પિતા આવી રીતે જીવવા મજબૂર…વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર ક્યારેક મજેદાર વીડિયો તો ક્યારેક ડાન્સ રીલ વાયરલ થાય છે પરંતુ કેટલીકવાર એવા વીડિયો પણ જોવા મળે છે જે આપણને ન માત્ર ચોંકાવી દે પરંતુ સમાજ તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તે અંગે આશ્ચર્યમાં મુકી દે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ રસ્તા કિનારે પડેલા જોઇ શકાય છે. જ્યારે રેસ્ક્યુ ટીમ પૂછે છે તો તેઓ જોરજોરથી રડવા લાગે છે.

કેટલાક લોકો કહે છે કે તેમના બાળકો અમેરિકામાં રહે છે. વીડિયોમાં તમે જોશો કે કારમાં બેઠા પછી વૃદ્ધ વ્યક્તિ કહે છે કે તેમની ચાર દીકરીઓ છે અને ચારેય અમેરિકામાં રહે છે. તે કોઈ સમાચાર લેતી નથી. દીકરા, આ કલયુગ છે, આ કલયુગ છે, મા-બાપને કોઈ પૂછતું નથી. આટલું કહીને તે રડવા લાગે છે.

આખરે તેમને વૃદ્ધાશ્રમમાં લઈ જવામાં આવે છે જ્યાં તેમની હાલતમાં પહેલા સુધારો કરવામાં આવે છે અને પછી તેમને ખવડાવવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું- 4 દીકરીઓ, ચારેય અમેરિકામાં રહે છે… પરંતુ પિતાને જોવા માટે કોઈ નથી ! ક્યાં જઈ રહ્યો છે આપણો સમાજ ?

Shah Jina