તેલંગાણામાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાના પ્રયાસમાં એક ખતરનાક કિંગ કોબ્રાને મોંમાં રાખ્યા બાદ 20 વર્ષીય વ્યક્તિનું મોત થઇ ગયું. વારંગલ જિલ્લાના દેશાઇપેટ ગામના રહેવાસી મોચી શિવારાજ સાપ પકડનારનો પુત્ર હતો. શિવરાજે તેના પિતા પાસેથી સાપ સંભાળવાની પ્રાથમિક તાલીમ લીધી હતી અને અગાઉ તેણે બે મીટર લાંબો કોબ્રા પકડ્યો હોવાની તસવીરો પોસ્ટ કરી હતી.
રીલ શૂટ કરવાના પ્રયાસમાં શિવરાજે સાપનું માથું મોઢામાં મુક્યું. જો કે, સ્ટંટ દરમિયાન કોબ્રાએ તેને ડંખ માર્યો અને સીધું તેના મોંમાં ઝેર ઇંજેક્ટ કરી દીધું. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઈ ગયો, જેમાં જોઇ શકાય છે કે શિવરાજ રસ્તાની વચ્ચે ઊભેલો છે અને તે આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેણે કિંગ કોબ્રાને મોંમાં પકડી રાખ્યો છે, જ્યારે તેણે બંને હાથ જોડીને રાખ્યા છે.
થોડીક સેકન્ડો સુધી છોકરો કિંગ કોબ્રાને મોંમાં પકડીને કેમેરા તરફ જોતો જોવા મળે છે. જ્યારે સાપ બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે તે અંગૂઠો બતાવતો પણ જોવા મળે છે. રીપોર્ટ અનુસાર, તે પાછળથી મૃત્યુ પામ્યો હતો કારણ કે સાપે તેને ડંખ માર્યો હતો.
रील बनाने के चक्कर में कोबरा को मुंह में ही डाल लिया! देखें वीडियो@TelanganaCMO pic.twitter.com/DLoe1qe1RU
— Chirag Gothi (@AajGothi) September 7, 2024