પાપાની પરીઓએ મોંઘી SUVને બનાવી દીધી બાર્બી ડોલ, વીડિયો પર આવ્યુ કમેન્ટોનું પૂર; કારનામું જોઇ પકડી લેશો માથુ- જુઓ વીડિયો

યુપીની બે મહિલાઓએ ગુલાબી રંગમાં રંગાવી દીધી મોંઘી SUV કાર, લખ્યુ- meeshoની કાર્દશિયન, યુઝર્સે કરી આ અપીલ

સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો કોઈ પણ અજીબ કામ કરતા જરા પણ અચકાતા નથી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મેકઅપ આર્ટિસ્ટ સારા ખાન અને અપેક્ષા ગુરનાનીએ આવું જ કંઇક કર્યુ, બંનેએ પોતાની મોંઘી એસયુવી માટે જે રંગ પસંદ કર્યો તેની ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચા થઇ રહી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એક રીલ શેર કરી છે જેમાં SUV Mahindra Thar અને Scorpio-N ગુલાબી રંગમાં જોઇ શકાય છે.

વાયરલ થઈ રહેલી આ રીલમાં પોતાનો પરિચય આપતા બંનેએ દાવો કર્યો છે કે જ્યારે તેમની કાર લખનઉના કોઈપણ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ જાય છે અને એક બાજુ ખસી જાય છે. આ વિડિયોમાં સારા અને અપેક્ષા તેમની મોંઘી કાર બતાવે છે અને કહે છે, “પુરુષો તેને નફરત કરે છે, પરંતુ તેમનું વેલિડેશન કોણ પૂછે છે ? બંને મેકઅપ આર્ટિસ્ટ ગુલાબી કાર સાથે ગુલાબી ડ્રેસમાં જોવા મળે છે,

તેઓએ તેમની ઇન્સ્ટાગ્રામ રીલના કેપ્શનમાં લખ્યું, “કેશ ઓન ડિલિવરી પર meeshoના કાર્દાશિયન’ ટિપ્પણી કરવા માટે નિઃસંકોચ.” વીડિયોમાં વોઈસ ઓવર દ્વારા બંને મહિલાઓ કહી રહી છે કે કારનું મોડલ જુઓ, તેનો રંગ નહીં. કારમાં છોકરીઓ માટે રંગનો કોઈ ઓપ્શન નથી હોતો એટલે અમે અમારા પોતાના ઓપ્શન બનાવીએ છીએ. કારણ કે અમે યુપીની છોકરીઓ છીએ. આ વાયરલ રીલને સાત લાખથી વધુ વખત જોવામાં આવી છે અને ત્રણ લાખથી વધુ લોકોએ તેને લાઇક કરી છે.

વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું, “હવે મહિન્દ્રા ચોક્કસપણે આ બંને પર કેસ કરશે.” અન્ય એક યુઝરે કોમેન્ટમાં તેને નારીવાદ સાથે જોડ્યું અને લખ્યું, “ભગવાનનો આભાર કે તેણે ‘મહિલા સશક્તિકરણ’ શબ્દનો ઉપયોગ નથી કર્યો.” એક બીદા યુઝરે મહિલાઓને અપીલ કરી કે તેઓ એસયુવી સાથે ન્યાય કરે.

 

View this post on Instagram

 

A post shared by Sarah Khan (@the_game_of_makeup)

Shah Jina