એશ્વર્યા રાયના કો-એક્ટરનું તૂટ્યુ ઘર; લગ્નના 15 વર્ષ બાદ લીધા છૂટાછેડા; જુઓ તસવીરો

હાર્દિક નતાશા બાદ વધુ એક દિગ્ગજ સેલિબ્રિટીના થયા છૂટાછેડા, 15 વર્ષના સંબંધનો આવ્યો અંત- જુઓ તસવીરો

સાઉથ સિનેમાના જાણીતા એક્ટર જયમ રવિએ ​​9 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર પોતાના અંગત જીવન સાથે જોડાયેલ એક સમાચાર શેર કર્યા, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અભિનેતાએ એક લાંબી પોસ્ટ શેર કરીને માહિતી આપી કે તે તેની પત્ની આરતીથી અલગ થઈ ગયો છે. જણાવી દઈએ કે જયમે તેના 15 વર્ષ જૂના સંબંધોનો અંત લાવી દીધો છે. ફેમસ તમિલ એક્ટર અને ‘પોન્નિયિન સેલ્વન’ ફેમ જયમ રવિ હંમેશા પોતાની ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેનું અંગત જીવન ચર્ચામાં છે.

જયમે તેની પત્ની આરતી સાથેના સંબંધોનો અંત લાવ્યો છે. સોમવારે 9 સપ્ટેમ્બર 2024ના રોજ તેણે આ માહિતી આપીને ચાહકોને ચોંકાવી દીધા. જયમ અને આરતી લગ્નના 15 વર્ષ બાદ અલગ થઈ ગયા છે. ‘પોન્નિયિન સેલ્વન’થી વિશ્વભરમાં પ્રખ્યાત થયેલા જયમે 9 સપ્ટેમ્બરે પોતાના X એકાઉન્ટ પર એક લાંબુ નિવેદન જાહેર કર્યું. તેણે જણાવ્યું કે, તેનું 15 વર્ષ જૂનું લગ્નજીવન તૂટી ગયું છે.

આ નિર્ણય બિલકુલ ઉતાવળમાં લેવામાં આવ્યો નથી. અમે કેટલાક અંગત કારણોસર આ નિર્ણય લીધો છે અને હું માનું છું કે તે દરેક માટે સારું છે.’ તેણે લખ્યું, ‘હું તમને બધાને વિનંતી કરું છું કે આ મુશ્કેલ સમયમાં મારા અને મારા પરિવારની ગોપનીયતાનું સન્માન કરો. મારી વિનંતી છે કે તમે આ બાબતે કોઈપણ રીતે ધારણાઓ કરવા, આરોપો લગાવવા અને અફવાઓ ફેલાવવાથી બચો અને આ મામલાને અંગત જ રહેવા દો.’ તે પોતાની આગામી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

અભિનેતા કહે છે કે તે ફિલ્મો દ્વારા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું ચાલુ રાખશે. જયમે કહ્યું કે લોકોના પ્રેમથી જ આજે તે પોતાની કારકિર્દીમાં આ ઉંચાઈએ પહોંચ્યો છે. આ ઉપરાંત તેણે તેના ચાહકોના અપાર પ્રેમ માટે પણ આભાર વ્યક્ત કર્યો. જણાવી દઇએ કે જયમ રવિ અને આરતીના લગ્ન વર્ષ 2009માં થયા હતા. આ કપલને બે પુત્રો છે – અયાન અને આરવ.

એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે વસ્તુઓ સારી નહોતી ચાલી રહી. આવી સ્થિતિમાં તેમના અલગ થવાના સમાચાર પણ ઘણા સમયથી આવી રહ્યા હતા. આ વર્ષે જૂનમાં પણ સમાચાર આવ્યા હતા કે જયમ અને આરતીના છૂટાછેડા થઈ રહ્યા છે. જો કે, તે સમયે આરતીએ તેને માત્ર અફવા ગણાવી હતી, પરંતુ હવે જયમે આખરે આ સમાચારને સમર્થન આપ્યું છે.

Shah Jina