હાર્દિક પંડ્યાને છોડ્યા પછી નતાશા મુંબઈમાં આ હેન્ડસમ વ્યક્તિ સાથે જલસા કરતી દેખાઈ, જુઓ વીડિયો
અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિક તેમજ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ આ વર્ષે જુલાઈમાં છૂટાછેડાની જાહેરાત કરી. જોકે, છૂટાછેડાની જાહેરાત પહેલા નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે હોમટાઉન સર્બિયા ચાલી ગઇ. ત્યારે તાજેતરમાં જ આ મહિનાની શરૂઆતમાં નતાશા મુંબઈ પરત ફરવા હેડલાઈન્સ બનાવી. ભારત પરત ફર્યાના એક અઠવાડિયાથી વધુ સમય પછી અભિનેત્રી તેના મિત્ર એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે જોવા મળી હતી.
ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં નતાશા એલેક્ઝાન્ડર સાથે જોવા મળી રહી છે. આ પછી તે પોતાની કાર ચલાવતી જોઈ શકાય છે. કેમેરા જોતાની સાથે જ નતાશાએ મીઠી સ્માઇલ આપી અને પોઝ પણ આપ્યો. નતાશાની સાથે તેનો બેસ્ટ ફ્રેન્ડ એલેક્ઝાન્ડર પણ હતો, જે દિશા પટનીનો કથિત બોયફ્રેન્ડ છે.
સર્બિયન મોડલ અને અભિનેત્રી નતાશા વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જો કે આ પહેલીવાર નથી જ્યારે નતાશા એલેક્ઝાન્ડર સાથે જોવા મળી હોય આ પહેલા પણ તે મે મહિનામાં જ્યારે હાર્દિક સાથે તેના અલગ થવાની અફવાઓ ચાલતી હતી ત્યારે પણ જોવા મળી હતી.
View this post on Instagram