ખાન પરિવારે અર્જુન કપૂરને કર્યો ઇગ્નોર ? ખાન પરિવાર અને અર્જુન કપૂર સામસામે આવી ગયા ; જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના માથા પરથી તેના પિતાનો સાયો ઉઠી ગયો છે. અભિનેત્રીના પિતાએ 11 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે આત્મહત્યા કરી હતી. અનિલ અરોરાએ તેમના ઘરની બાલ્કનીમાંથી કૂદી મોતને વ્હાલુ કર્યુ હતુ, ત્યારે આ દુખની ઘડીમાં અભિનેત્રીના પૂર્વ પતિ અરબાઝ ખાન, ખાન પરિવાર અને તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર સહિત તેના તમામ મિત્રો પહોંચ્યા હતા.

મલાઈકા અને બીજા સ્ટાર્સના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, જેમાંનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અર્જુન કપૂરને ખાન પરિવાર ઇગ્નોર કરતો જોવા મળી રહ્યો છે. મલાઈકા અરોરા માટે આ સૌથી મુશ્કેલ સમય છે અને આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની અંગત કડવાશ ભૂલીને અભિનેત્રીને સપોર્ટ કરવા આવી રહ્યા છે.

મલાઈકા અરોરાના પિતાના નિધનના સમાચાર સાંભળીને અર્જુન કપૂર પણ દોડી આવ્યો હતો અને એક્સ પતિ અરબાઝ ખાન સહિત ખાન પરિવાર પણ પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોહેલ ખાન તેના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાન સાથે ઘરની અંદર જઇ રહ્યો છે અને આ દરમિયાન અર્જુન કપૂર ગેટ પાસે ઉભો છે.

આ પછી તે ખાન પરિવારને જોઈને હાથ જોડે છે, પણ બધા તેને ઇગ્નોર કરે છે અને સીધા અંદર જાય છે. ખાન પરિવારે જે રીતે અર્જુન કપૂરની અવગણના કરી છે તે સોશિયલ મીડિયા યુઝર્સની આકરી નજર હેઠળ આવ્યુ. આ જોઇ યુઝર્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અનિલ મહેતાનું મોત આત્મહત્યા છે કે કોઈ દુર્ઘટના થઈ તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અનિલ મહેતાએ આ પગલું ભરતા પહેલા પોતાની બંને દીકરીઓ એટલે કે મલાઈકા અને અમૃતાને કોલ કર્યો હતો. જીવનની અંતિમ ક્ષણોમાં તેને પોતાની દીકરીઓને પોતાના દિલની વાત પણ કહી હતી અને પછી આ પગલું ભરી લીધું.

મલાઈકા અરોરાના પિતાના મૃત્યુ મામલે મોટો અપડેટ સામે આવ્યો છે. પોલીસ અનુસાર, આત્મહત્યા પહેલાં અનિલે આજે સવારે તેમની બંને પુત્રીઓ મલાઈકા અને અમૃતા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન અનિલે કહ્યું હતું “I’m sick and tired”. જે સમયે અનિલે આત્મહત્યા કરી, ત્યારે મલાઈકાની માતા ઘરે હતી. અનિલે બંને પુત્રીઓને બીમારીથી પરેશાન હોવાની વાત કહી. સિગારેટ પીવાના નામે અનિલ બાલ્કનીમાં ગયા અને આત્મહત્યા કરી.

મલાઈકા અરોરાની માતા જોયસ પણ આયેશા મેનર બિલ્ડિંગના એ જ માળે રહે છે, જ્યાં અનિલ રહેતા હતા. 11 સપ્ટેમ્બરની સવારે અનિલ તેમને હેલો કહેવા આવ્યા ન હતા. આ બંનેનો રોજનો રૂટીન હતો. આના કારણે તેમને લાગ્યું કે કંઈક ગરબડ છે. પછીથી તેમના પરિવારને અનિલના આત્મહત્યા કરવા વિશે જાણવા મળ્યું.

સાથે જ માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના પહેલાં અનિલની વાત તેમની નાની પુત્રી અમૃતા અરોરા સાથે થઈ હતી. પરંતુ પરિવાર તરફથી આ અંગે કોઈ પુષ્ટિ આવી નથી. અનિલનો પરિવાર ઊંડા આઘાતમાં છે. મલાઈકા અને અમૃતા રડી-રડીને ભાંગી પડી છે અને તેમણે પોલીસ સાથે વાત કરીને પોતાના નિવેદનો નોંધાવ્યા છે. તપાસમાં તેમણે પોલીસની મદદ કરવાનું વચન આપ્યું છે. અનિલના રૂટીન અને અન્ય વાતો અંગે બંને આગામી થોડા દિવસો સુધી પોલીસ સાથે વાત કરશે.

મલાઈકા અરોરાના ઘરે તેમના નજીકના લોકો અને ફિલ્મી સિતારાઓએ આવવાનું પણ શરૂ કરી દીધું છે. મલાઈકા અરોરાની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર ખાન તેમના ઘરે પહોંચી છે. અનન્યા પાંડે અને તેમના પિતા ચંકી પાંડે પણ બિલ્ડિંગમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત હેલેન, સોફી ચૌધરી, કિમ શર્મા અને પ્રોડ્યુસર રિતેશ સિધવાની પણ અહીં આવ્યા છે.

પિતાના મૃત્યુના સમાચાર મળતાં જ મલાઈકા અરોરા પુણેથી મુંબઈ રવાના થઈ ગઈ હતી. હવે તે ઘરે પહોંચી ગઈ છે. તેનો વીડિયો સામે આવ્યો છે જ્યાં અભિનેત્રી માસ્ક પહેરીને હેરાન-પરેશાન જેવી બિલ્ડિંગમાં પ્રવેશ કરતી દેખાઈ. તેની સાથે તેની નાની બહેન અમૃતા અરોરા પણ દેખાઈ. અમૃતા રડતી રડતી બિલ્ડિંગમાં પ્રવેશી, તેમને પોતાનો ચહેરો છુપાવતા જોવામાં આવ્યા. આ દરમિયાન મલાઈકા અરોરાનો પુત્ર અરહાન ખાન, અમૃતા અરોરાના પતি શકીલ લડક, અરબાઝ ખાનના પિતા સલીમ ખાન, ભાઈ સોહેલ ખાન અને સીમા સજદેહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મલાઈકાના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને પણ તેમને સંભાળતા જોવામાં આવ્યા. બધા અભિનેત્રીના મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Shah Jina