જાનમાં વાગી રહ્યુ હતુ ‘પતલી કમરિયા મોરી…’ બાળકોએ સ્કૂલ બસમાં જ મચાવી દીધી ધમાલ- જુઓ વીડિયો

અજાણ્યા લગ્નમાં વાગ્યુ ‘પતલી કમરિયા’ ગીત તો સ્કૂલ બસમાં બેઠા બેઠા બાળકો કૂદી-કૂદી નાચવા લાગ્યા, વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર બાળકોની શેતાનીના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ઘણા વીડિયો જોઇ તો લોકોની હસી પણ છૂટી જતી હોય છે. ત્યારે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે. જેમાં કેટલાક સ્કૂલી બાળકોએ એવો ડાંસ કર્યો કે જોઇ બધા એક્સાઇટેડ થઇ ગયા. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ‘પતલી કમરિયા મોરી આય હાય, હાય…’ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ ગીત પર એટલી રીલ્સ બની ચૂકી છે કે વાત ના પૂછો.

હાલ પણ આ ગીત જો ક્યાંક ફોનમાં સાંભળા મળી જાય અથવા તો ક્યાંક વાગતુ સંભળાઇ જાય તો લોકો ઝૂમી ઉઠે છે. હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રસ્તા પર જતી કોઇ જાનમાં ડીજે વાગી રહ્યુ હતુ અને ઘણા લોકો પણ ડીજે પાછળ નાચી રહ્યા હતા. આ ઉપરાંત ડીજે સામેથી એક સ્કૂલ બસ પણ જઇ રહી હતી અને સ્કૂલ બસ ડ્રાઇવરે બસ સાઇડમા રોકી. ડીજે પર જેવું જ ‘પતલી કમરિયા મોરી આય હાય, હાય…’ ગીત વાગ્યુ કે સ્કૂલ બસમાં બેઠેલા બાળકો નાચવા લાગ્યા.

બાળકો પોતાની સીટ પરથી ઊભા થઇ ગયા અને ડાંસ કરવા લાગ્યા. આ વીડિયો જોઇ ઘણા લોકોને પોતાનું બાળપણ યાદ આવી ગયુ. અહીં સુધી કે વીડિયોગ્રાફરે પણ જાનૈયાઓને છોડી બાળકોને કેપ્ચર કર્યા. આ વીડિયો જોઇ ઘણા યુઝર્સ અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યુ- જીવનનો અસલી આનંદ. બીજાએ લખ્યુ- મને તો આ જોઇ બાળપણ યાદ આવી ગયુ. લોકોને બાળકોની આવી માસૂમ મસ્તી પસંદ આવી રહી છે અને લોકો અલગ અલગ કમેન્ટ પણ કરી રહ્યા છે.

Shah Jina