આ દિગ્ગજ અભિનેત્રીને પૂછી બ્રાની સાઇઝ, એભિનેત્રીએ આપ્યો એવો જવાબ કે થઇ ગઇ બધાની બોલતી બંધ

નાગિન અભિનેત્રીને યૂઝરે પૂછી ઇબ્રાની સાઇઝ, અભિનેત્રી જગજાહેર બોલી- હું….

“નાગિન 4” જેવા ટીવી શોમાં તેના શાનદાર અભિનયથી એક અલગ ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી સાયંતની ઘોષને હાલમાં જ એક સોશિયલ મીડિયા યુઝરનો સવાલનો સામનો કરવો પડ્યો હતો. તેણે તેના સોશિયલ એકાઉન્ટ પર ચાહકો સાથે વાત કરવા એક ચેટ સેશન ચલાવ્યુ હતુ. તે ચાહકોના સવાલના જવાબ આપી તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી રહી હતી.

આ દરમિયાન એક યૂઝરે તેના ઇનરવેરની સાઇઝ પૂછી લીધી. તેના પર સાયંતની ઘોષે યૂઝરને તેની ભાષામાં જવાબ આપ્યો છે. સાયંતનીએ આ ઘટના પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરી છે.

સાયંતની ઘોષે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં આ યૂઝરના સવાલ પર જવાબ આપ્યો તે શેર કર્યો છે. જેમાં અભિનેત્રીએ આ વ્યક્તિને કહ્યું- પહેલા મને તારા IQ ની સાઇઝ કે લેવલ જણાવ. મને લાગે છે કે તે પણ ઝીરો હશે. ત્યારબાદ તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર તેને લઈને એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે આ ઘટનાને કારણે માનસિક સ્થિતિ પર પડનાર ખરાબ અસર વિશે વાત કરી છે.

સાયંતનીએ લખ્યું, ‘કોઈપણ પ્રકારની બોડી શેમિંગ ખોટી છે. પરંતુ ખાસ કરી હું તે સમજી શકતી નથી કે મહિલા ઓના બ્રેસ્ટને લઈને ફેસિનેશન છે. જેમ કે શું સાઇઝ છે? માત્ર પુરૂષ જ નહીં અમે યુવતીઓ પણ આ પ્રકારની કંડીશનિંગ રાખીએ છીએ. તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું- એક થ્રેડ સાઇઝ વિચારને ખતમ કરવા માટે! મેં જોયું છે કે આજે  #WorldHealthDay છે પરંતુ તમે જાણો છો કે હવે મેન્ટલ હેલ્થ તમારા સ્વાસ્થ્યનો સૌથી મહત્વનો ભાગ બની ગયું છે.’

તેણે આગળ લખ્યું- ‘હાં, તમારી બોડી સથે ફિટ રહો પરંતુ મગજને ન ભૂલો. આ વમય છે આપણે દરેક બોડી ટાઇમને નોર્મલાઇઝ કરીએ. હું આ ફેરફાર માટે અહીં છું. ત્યારબાદ સાયંતનીએ ફેન્સ પાસે પણ સાથ માંગ્યો છે.’

 

View this post on Instagram

 

A post shared by Sayantani (@sayantanighosh0609)

આ સેશન દરમિયાન ચાહકોએ સાયંતની ઘોષને ઘણા મજેદાર સવાલ કર્યા હતા. એક સવાલ એ હતો કે, જો તે અભિનેત્રી ના હોત તો શુ હોત. આના જવાબમાં તેણે કહ્યુ કે, તે એક ડાંસર હોત.

સાયંતનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આ દિવસોમાં “તેરા યાર હું મેં”માં જોવા મળી રહી છે. તેણે વર્ષ 2006માં “કુમકુમ-એક પ્યારા સા બંધન”થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી તે “કોમેડી સર્કસ” “ક્રાઇમ પેટ્રોલ” “ઘર એક સપના” “નાગિન” “બનું મે તેરી દુલહન” “સબકી લાડલી બેબો” “ગીત હુઇ સબસે પરાઇ” “મિસેજ કૌશિક કી પાંચ બહુએ” “મહાભારત” “બેરિસ્ટર બાબુ” અને “મેરી હાનિકારક બીવી” જેવા અનેક ટીવી શોમાં જોવા મળી છે.

Shah Jina