બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ભલે ઘણી ફિલ્મોમાં જોવા ન મળી હોય પરંતુ તે હંમેશા હેડલાઈન્સમાં રહે છે. મલાઈકા અરોરા જ્યાં પણ જાય છે, ત્યાં તે પૂરી મહેફિલ પોતાના નામ કરી લે છે. મલાઈકા અરોરાની ફિટનેસથી લઈને તેની સુંદરતા સુધી ચાહકોની નજર હંમેશા તેના પર જ ટકેલી હોય છે.
ત્યારે હાલમાં જ મલાઈકા અરોરાએ એક ઈવેન્ટમાં હાજરી આપી હતી અને આ દરમિયાનનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 50 વર્ષની મલાઈકા અરોરાએ ફરી એકવાર પોતાના કર્વી ફિગરથી ચાહકોને પોતાના દિવાના બનાવી દીધા છે. મલાઈકાનો વીડિયો જોઈને ફેન્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.
મલાઈકા જેવી જ ઈવેન્ટમાં પહોંચી કે પેપરાજીઓને તેને કેમેરામાં કેદ કરવાનું શરૂ કરી દીધું. મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં મલાઇકાનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે. યલો સ્કિન ટાઈટ ગાઉનમાં મલાઈકા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી પણ જોવા મળી. મલાઈકાના આ વીડિયો પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
એકે લખ્યું, ’50 વર્ષની ઉંમરે પણ 25ની લાગી રહી છે.’ જ્યારે બીજા એકે લખ્યું, ‘તેની ઉંમર ઘટી રહી છે.’ અન્ય એકે લખ્યું, ‘તે આ ઉંમરે પણ આઠલી ફિટ છે.’ મલાઈકા અરોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે. જો કે, મલાઈકા ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે.
મલાઈકાના અંગત જીવનની વાત કરીએ તો તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા અરોરાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક પુત્ર અરહાન ખાન છે. મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડા થઈ ગયા છે. ત્યાં થોડા સમય પહેલા જ અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે. હવે ચાહકો મલાઇકા અને અર્જુનના લગ્નની રાહ જોઇ રહ્યા છે.
View this post on Instagram