લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી અને ગોવિંદાની ભાણી આરતી સિંહ ગુરુવારે મુંબઈમાં દીપક ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાઇ. રસપ્રદ વાત એ હતી કે, ગોવિંદાએ પણ આરતીના લગ્નમાં હાજરી આપી હતી અને બધાને સરપ્રાઇઝ કરી દીધા હતા. ગોવિંદા સિવાય કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ સહિતના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો લગ્નમાં સામેલ થયા હતા.
આ લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. ત્યારે લગ્ન બાદ દુલ્હન આરતી સિંહ અને દુલ્હા દીપક ચૌહાણની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બિગ બોસ સીઝન 13માં જોવા મળેલી આરતી સિંહે તેના ખાસ દિવસ માટે પરંપરાગત રેડ લહેંગો પસંદ કર્યો હતો, જ્યારે દીપકે સફેદ શેરવાની પહેરી હતી. આરતી સિંહ લગ્નના આઉટફિટ્સમાં સ્ટનિંગ લાગી હતી.
સામે આવેલી તસવીરોમાં આરતી અને દીપક તેમના લગ્નની વિધિઓ પૂર્ણ કર્યા બાદ પોઝ આપતા જોઇ શકાય છે. આરતીના મામા અને અભિનેતા ગોવિંદાએ ગુરુવારે સાંજે લગ્નમાં ભવ્ય એન્ટ્રી કરી હતી. ગોવિંદા આરતીના લગ્નમાં હાજરી આપશે આ વિશે લોકોને ખાતરી નહોતી કારણ કે કૃષ્ણા અભિષેક સાથેના જૂના વિવાદને કારણે ગોવિંદા લાંબા સમયથી ગુસ્સે હતો.
જો કે ગોવિંદાએ આરતી સિંહની હલ્દી, સંગીત અને મહેંદી સેરેમનીમાં હાજરી આપી નહોતી, પરંતુ લગ્નમાં હાજરી આપી બધાને સરપ્રાઇઝ કરી દીધા હતા. વર્ષ 2016માં થયેલ અણબનાવને કારણે ગોવિંદા આરતીના મોટા ભાઈ કૃષ્ણા અભિષેક સાથે વાત કરી રહ્યો નથી. સામે આવેલા એક વીડિયોમાં આરતી સિંહના લગ્નમાં એન્ટ્રી લેતી વખતે ગોવિંદા ખૂબ જ ખુશ જોવા મળે છે. ગોવિંદાએ અંતિમ ક્ષણે લગ્નમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.
લગ્ન પહેલા જ કૃષ્ણા અને કાશ્મીરાએ કહ્યું હતું કે ગોવિંદાને આરતી સાથે કોઈ નારાજગી નથી, તેથી તેમણે લગ્નમાં હાજરી આપવી જોઈએ. તે આવશે તો અમે બંને તેમના ચરણ સ્પર્શ કરીશું અને માફી માંગીશું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃષ્ણા અને કાશ્મીરાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને ગોવિંદાના પગ સ્પર્શ કરીને સ્વાગત કર્યું.
આ સિવાય કાશ્મીરાએ મીડિયાને એ પણ કહ્યું કે ગોવિંદાએ તેના બંને પુત્રો અને આરતીને આશીર્વાદ આપ્યા, જેના કારણે તે ખૂબ જ ખુશ છે. જણાવી દઇએ કે, નણંદના લગ્નમાં કાશ્મીરા અને કૃષ્ણા સાથે આરતીની માતા ઓફ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યા હતા. કાશ્મીરાએ ઈન્ડો વેસ્ટર્ન સાડી પહેરી હતી, જ્યારે કૃ્ષ્ણા અભિષેકે મેચિંગ શેરવાની પહેરી હતી. છેલ્લા ત્રણ દિવસથી આરતીના લગ્નનું ફંક્શન ચાલી રહ્યું હતું.
View this post on Instagram
તેની હલ્દી સેરેમની 23 એપ્રિલે યોજાઇ હતી, જેમાં પરિવાર સાથે મનોરંજન ઉદ્યોગના કેટલાક લોકોએ હાજરી આપી હતી. આ પછી 24 એપ્રિલે મહેંદી ફંક્શન થયું અને સાંજે સંગીત ફંક્શન થયું જેમાં આરતીએ ખૂબ જ મજા કરી. એક દિવસના વિરામ બાદ આરતી અને દીપકના ભવ્ય લગ્ન થયા, જેમાં હાજરી આપનાર દરેક સ્ટાર્સ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
View this post on Instagram