દીકરાની થઇ ગઇ મોત તો વિધવા વહુના કરાવ્યા શાનથી બીજા લગ્ન, એવું ગિફ્ટ આપ્યુ કે સાંભળી તમારી આંખો પણ પહોળી રહી જશે

સાસુ-સસરાએ કરાવ્યા વિધવા વહુના લગ્ન અને અધધધ મોંઘી ગિફ્ટ આપી, સાંભળીને હોંશ ઠેકાણે નહિ રહે

ઘણીવાર લોકો કહે છે કે વહુ દીકરી જેવી હોવી જોઇએ, તેને પણ સાસરિયામાં દીકરીની જેમ માન મળવું જોઈએ. આનું ઉદાહરણ હાલમાં મધ્યપ્રદેશના ધારમાંથી સામે આવ્યુ છે, જયાં એક તિવારી પરિવારે કોરોના સમયગાળા દરમિયાન પોતાનો પુત્ર ગુમાવ્યો હતો. પુત્રના અવસાન બાદ સાસુએ પુત્રવધૂને પુત્રીની જેમ જ રાખી અને વિધવા પુત્રવધૂના બીજા લગ્ન પણ કરાવ્યા આ લગ્ન 3 મેના રોજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે થયા. લગ્નમાં ભેટ તરીકે તેમણે પુત્રવધૂને 60 લાખ રૂપિયાનો બંગલો આપ્યો હતો.

Image source

ધાર જિલ્લાના પ્રકાશ નગરમાં રહેતા યુગ પ્રકાશ તિવારી SBIના નિવૃત્ત એજીએમ છે. કોરોનાની બીજી લહેર દરમિયાન તેમના પુત્ર પ્રિયંક તિવારીને કોરોના થયો હતો. જે બાદ તેનું 25 એપ્રિલ 2021ના રોજ કોરોનાને કારણે મોત થયું હતું. આ પછી આખા પરિવાર પર દુ:ખનો પહાડ આવી ગયો. યુગ પ્રકાશે કોઈક રીતે આખા પરિવારને સંભાળી લીધો, પરંતુ યુગ અને તેની પત્નીને તેમની વિધવા પુત્રવધૂ રિચાના ભવિષ્યની ચિંતા થવા લાગી. સાસુએ વહુ સાથે બીજી વાર લગ્ન કરવાનું વિચાર્યું પણ વહુ રાજી ન થઈ. પ્રિયંકની પહેલી બરસી પર સાસુએ રિચાને સમજાવ્યું અને રિચા બીજા લગ્ન માટે રાજી થઈ ગઈ.

Image source

આ પછી સાસુએ વર શોધવાનું શરૂ કર્યું. નાગપુરના રહેવાસી વરુણ મિશ્રા હોસ્ટેલ ઓપરેટર અને પ્રોપર્ટી બ્રોકર છે. સંબંધ નક્કી થયા બાદ સાસુએ વહુના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. 3 મે 2022 એટલે કે અક્ષય તૃતીયાના રોજ સાસુએ તેમની વિધવા પુત્રવધૂ રિચાનુ કન્યાદાન કર્યું. સસરાનું કહેવું છે કે તેમનો જમાઈ વરુણ હોસ્ટેલ ઓપરેટર અને પ્રોપર્ટી બ્રોકર છે. તેમણે વધુમાં જણાવ્યું કે 27 નવેમ્બર, 2011ના રોજ તેમના પુત્ર પ્રિયંકના લગ્ન રિચા સાથે થયા હતા.યુગ SBIના નિવૃત્ત એજીએમ છે.

Image source

પ્રિયંક ભોપાલની નેટલિંક કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર હતો અને તેનું પોસ્ટિંગ ભોપાલમાં જ હતું. તેઓને વર્ષ 2013-14માં એક પુત્રી હતી. જેનું નામ અન્યા તિવારી (9) છે. લગ્ન પછી અન્યા પણ તેની માતા સાથે નાગપુર રહેવા ચાલી ગઈ છે. પ્રિયંકના અવસાન બાદ કંપનીએ તેની પત્ની રિચાને નોકરી આપી. યુગનું કહેવું છે કે તે તેની વહુને પોતાની દીકરી માને છે. તેને રિચા અને અન્યાના ભવિષ્યની ચિંતા હતી.

તેથી તેમણે એક વર્ષ બાદ પુત્રવધૂ માટે યોગ્ય વરની શોધ કરી. જે બાદ રિચાના માતા-પિતા સાથે આ અંગે વાત કરતાં તેઓની સંમતિથી સાસુએ પુત્રવધૂને માતા-પિતા બનીને વિદાય આપી હતી. સાસુએ પ્રિયંકે નાગપુરમાં ખરીદેલો બંગલો પણ રિચાને ગિફ્ટમાં આપી દીધો હતો.

Shah Jina