ક્રિકેટના ભગવાન કહેવાતા સચિનની લાડલીએ એવી લેગિન્સ પહેરી કે જોતા જ આંખો બહાર આવી જશે..ઉફ્ફ શું હોટનેસસ છે
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે જયાં દેશ દુનિયાના લગભગ બધા સ્ટેડિયમમાં સિક્સની વરસાદ કરી અને બોલરોને ધૂળ ચટાડી છે ત્યાં હવે તેમની સ્ટાઇલિશ દીકરી સારા તેંદુલકર ફેશન મામલે બોલિવુડ હિરોઇનના છક્કા છોડાવી રહી છે.
સારાએ હાલમાં જ તેની વર્કઆઉટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે બોલિવુડની અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળી રહી છે. સારા તેની માસૂમિયત ભરેલા અંદાજને લઇને ચાહકોના દિલ પર રાજ કરે છે. એવામાં તેની આ અદાઓની ચર્ચા પણ ખૂબ મશહૂર થઇ રહી છે.
સારાની એક મિત્રએ વર્કઆઉટ વેરની બ્રાંડ લોન્ચ કરી હતી. એવામાં તેની મિત્રને મોટિવેટ કરવા માટે સારાએ તેની બ્રાંડના કપડા પહેર્યા હતા અને ઘણી પ્રશંસા કરી હતી. સારાએ આ તસવીરો શેર કરતા લખ્યુ કે,છેલ્લા વર્ષનો ઉપયોગ કરી એક એક્ટિવ વેર બ્રાંડ બનાવવા માટે મને મારી મિત્ર dallzy પર ગર્વ છે. હું વાયદો કરુ છુ કે હું પક્ષપાતી નથી
પરંતુ હું મારી યૂટિલિટિ લેગિંગ્સને ઘણો પ્રેમ કરુ છુ. તેમની પાસ 360 ડિગ્રી વેસ્ટબૈંડ સ્ટોરેજ છે. તેનો મતલબ કે તમારે કયારેય પણ જીમમાં બેગ લઇ જવાની આવશ્યકતા નથી. તમને જણાવી દઇએ કે, એક્ટિવ વેર રમત કે અન્ય કોઇ શારિરીક ગતિવિધિ માટે પહેરાતા કપડાને કહેવાય છે.
સારાની આ પોસ્ટ પર સૈયાની ખેરે ફાયર ઇમોજી પોસ્ટ કરી ત્યાં મિકસ્ડ માર્શલ આર્ટના કોચ એલન ફેનાન્ડેસે લખ્યુ, શાનદાર સારા તેંદુલકર. સિંગર કનિકા કપૂરે પણ ફાયર ઇમોજી પોસ્ટ કરી છે. ત્યાં જ ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા જેકી શ્રોફે પણ આ તસવીર પર ફાયર ઇમોજી પોસ્ટ કરી છે. જાવેદ જાફરીની દીકરી અને સોશિયલ મીડિયા ઇનફ્લુએંસર અલાવિયા જાફરીએ પણ લખ્યુ ખૂબ સરસ. તે બાદ તેણે ફાયર ઇમોજી પોસ્ટ કરી.
આ પહેલી વાર છે કે જયારે સારાને આ લુકમાં જોવામાં આવી હોય, એવામાં લોકો પણ તેને જોઇ હેરાન છે. આ કપડામાં સારાની ફિટનેસ લેવલ પણ તેની ટોન્ડ બોડીને હાઇલાઇટ કરી રહી છે. આ લુક સાથે તેણે સ્પોર્ટ્સ શુઝ, સ્માર્ટ વોચ અને હાઇ પોની ટેલ સાથે મિનિમલ મેકઅપ કર્યો છે. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. ઘણીવાર તેને જોઇને ચાહકોને લાગે છે કે, તે બોલિવુડમાં પગ મૂકશે. આ વાતને સારાના પિતા સચિન તેંદુલકરે નકારી દીધી છે.
સારા 23 વર્ષની છે અને તે લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ જયારે પણ તે પરિવાર સાથે કોઇ ઇવેન્ટમાં જોવા મળે ત્યારે તેના ફેશન સ્ટેટમેન્ટ ઘણા જ ચર્ચામાં રહે છે. સારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તમને જણાવી દઇએ કે, તેના 1.3 મિલિયન ફોલોઅર્સ છે. સચિન તેંદુલકર અને અંજલિ તેંદુલકરની દીકરીનો જન્મ 12 ઓક્ટોબર 1997માં મુંબઇમાં થયો હતો. તેણે વર્ષ 2018માં લંડનથી મેડિસિનમાં ગ્રેજયુએશન કર્યુ છે. જો કે, તે બાદ પણ એવી અફવા ફેલાઇ હતી કે તે બોલિવુડમાં તેનું કરિયર શરૂ કરશે. આ વાતને સારાના પિતા સચિન તેંદુલકરે નકારી દીધી છે.
સારાની ખૂબસુરતી કોઇ બોલિવુડ સ્ટારથી ઓછી નથી. સ્ટાર કિડ હોવા છતાં તે લાઇમલાઇટથી દૂર રહે છે. તે પિતાની જેમ ખૂબ જ શાંત સ્વભાવની છે. સારાને ઘણીવાર બોલિવુડની મોટી પાર્ટીઓમાં સ્પોટ કરવામા આવે છે. સારા અંબાણી પરિવારની પાર્ટીઓમાં અનેક વાર જોવા મળે છે. સારાને સચિન સાથે તેમની ઓટોબાયોગ્રાફીના લોન્ચિંગ ઇવેન્ટમાં પણ સ્પોટ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ સારા તેંદુલકર અને ક્રિકેટર શુભમન ગિલની ડેટિંગની ઘણી ચર્ચા ઉડી હતી. જો કે, શુભમને કેટલાક દિવસ પહેલા દાવો કર્યો હતો કે તે સિંગલ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લોકો સાથે સવાલ જવાબ સેશન કરી સિંગલ હોવાની વાત કહી હતી.