તેંડુલકર સરનેમના કારણે અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યો ? ટ્રોલ થવા ઉપર સામે આવી ગઈ બહેન સારા તેંડુલકર

દેશના સૌથી મોટા ક્રિકેટ લીગ આઇપીએલની નીલામી ગુરુવારના રોજ યોજાઈ હતી. આ નિલામીમાં ઘણા ખેલાડીઓ લાખો કરોડો રૂપિયામાં અલગ અલગ ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં આવ્યા. જેમાં એક સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર પણ હતો. હવે તેને લઈને સોશિયલ મીડિયામાં લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે.

મુંબઈ ઇન્ડિયન દ્વારા અર્જુન તેંડુલકરને 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. અર્જુનની પસંદગી બાદ હવે લોકો નેપોટિઝમ મુદ્દે તેને ટ્રોલ કરવા લાગ્યા છે. સોશિયલ મીડિયામાં અર્જુનની આલોચના કરતા લોકોનું કહેવું છે કે તેને તેંડુલકર સરનેમના કારણે જ ખરીદવામાં આવ્યો છે. જેના કારણે જ તેને મુંબઈ ઇન્ડિયનમાં જગ્યા મળી છે.

હવે અર્જુન ઉપર ઉઠી રહેલા સવાલોના જવાબ આપવા માટે સચિનની દીકરી સારા તેંડુલકર પણ ખુલીને સામે આવી છે. જેને ટ્રોલિંગ કરતા લોકોને ધારદાર જવાબ આપ્યો છે. સારાએ અર્જુનને સમર્થન કરતા પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી પણ શેર કરી છે.

સારાએ આ સ્ટોરીની અંદર લખ્યું છે કે “કોઈપણ તારાથી તારી આ ઉપ્લબધિને નથી છીનવી શકતું. આ તારી છે અને મને તારા ઉપર ગર્વ છે.”

તો આ બાબતે હવે બીજા પણ ખેલાડીઓ સામે આવી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઝહીર ખાનનું કહેવું છે કે “અર્જુન ખુબ જ મહેનતી છોકરો છે. તે બહુ જ બધું શીખવા માંગે છે. તેની ઉપર હંમેશા સચિન તેંડુલકરનો દીકરો હોવાનું દબાણ રહેશે. જયારે અર્જુન ટીમની સાથે હશે. આ પહેલા પણ તે આઇપીએલ 2020માં તે નેટ બોલરના રૂપમાં ટિમ સાથે યુએઈ ગયો હતો.”

અર્જુન તેંડુલકરે પણ ટીમમાં જોડાવવાને લઈને કોચ, સપોર્ટ સ્ટાફ અને ટીમના માલિકનો આભાર વ્યક્ત કર્યો છે. આ પહેલા અર્જુન તેંડુલકર મુંબઈ સિનિયર ટિમ તરફથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રમી ચુક્યો છે.

Niraj Patel