સારા અલી ખાનના પેટ પર આ શું દેખાયું? ફેન્સને પણ ચિંતા થવા લાગી, જુઓ વીડિયો
ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પેપરાજીઓની ફેવરેટ છે. આ દિવસોમાં સારા બેક ટુ બેક ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી રહી છે, જેના કારણે તે સતત હેડલાઇન્સમાં રહે છે. તે OTT પર રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્ડર મુબારક’માં જોવા મળી. આ સાથે સારા પાસે ફિલ્મ છે ‘એ વતન મેરે વતન’. જેનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે.
એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં સારાનો અકસ્માત થયો હતો, જેના કારણે તે પેટ પર દાઝી હતી. સારાએ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. આ પછી સારા પેપરાજીના કેમેરામાં કેદ થઇ અને આ દરમિયાન તેણે જીમ લુકમાં પેટ પર દાઝ્યાના નિશાન ફ્લોન્ટ કર્યા.
જો કે, એક્ટ્રેસની ચિંતા કરવાને બદલે કેટલાક યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. વીડિયોમાં સારા જીમ લુકમાં જોવા મળી રહી છે અને તેના પેટ પર દાઝી ગયેલા નિશાન પણ જોવાઇ રહ્યા છે. પરંતુ એક્ટ્રેસનો આ વીડિયો જોયા બાદ કેટલાક યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે કમેન્ટ કરી લખ્યું- આ બતાવવાની શું જરૂર હતી ?
જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- જો તમે દાઝી ગયા છો, તો શું લોકોને બતાવવાથી તે ઠીક થઈ જશે ? જણાવી દઇએ કે, મોટા પડદા પર પોતાના શાનદાર અભિનયની છાપ છોડ્યા બાદ હવે સારા OTT પ્લેટફોર્મ પર પણ પોતાનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. અભિનેત્રીની એ વતન મેરે વતન ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે.
View this post on Instagram