સારા અલી ખાન સેફના ચોથા બાળકને રમાડવા કરીનાના ઘરે પહોંચી, જુઓ PHOTOS
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ ગ્લેમરસ અને ખૂબસુરત તસવીરો પણ શેર કરતી રહેતી હોય છે, જેને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.
હાલમાં જ સારાને તેના પિતા સૈફ અલી ખાનના નવા ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. સારા અલી ખાનને સોમવારે મુંબઇના બાંદ્રા સ્થિત કરીના કપૂરના ઘર બહાર સ્પોટ કરવામાં આવી હતી.
સારા અલી ખાન આ દરમિયાન બ્લેક કલરના સ્પોર્ટી લુકમાં ઘણી સ્ટાઇલિશ લાગી રહી હતી. આમ તો, કરીના કપૂર સારા અલી ખાનની સોતેલી માતા છે, પરંતુ બંને વચ્ચે ઘણા સારા સંબંધ છે.
કરીના અને સૈફ તેમના બીજા બાળકના જન્મ પહેલા જ બાંદ્રા સ્થિત તેમના નવા ઘરે શિફટ થઇ ગયા હતા. સૈફ અને કરીનાના ઘરની બહાર સારા કૈઝયુઅલ અને સ્પોર્ટી લુકમાં જોવા મળી હતી.
સારા આ દરમિયાન ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી અને તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા તેમજ મોં પર માસ્ક કેરી કર્યુ હતું.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરીના રોજ તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. આ સાથે જ સૈફ ચાર બાળકોના પિતા બની ગયા છે અને સૈફ-કરીનાનો દીકરો તૈમુર અલી ખાન મોટો ભાઇ બની ગયો છે.
હાલમાં જ સારાએ મનીષ મલ્હોત્રાના બ્રાઇડલ લુકમાં ફોટોશૂટ કરાવ્યુ હતું. મનીષ મલ્હોત્રા એક જાણિતા ફેશન ડિઝાઇનર છે. સારા અલી ખાને તેના નવા ફોટોશૂટની ઘણી બધી તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે હાલમાં જ વરુણ ધવન સાથે ફિલ્મ “કુલી નંબર 1″માં જોવા મળી હતી. સારાની અપકમિંગ ફિલ્મ “અતરંગી રે” છે. જેમાં તે બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર અને ધનુષ સાથે સ્ક્રીન શેર કરવા જઇ રહી છે.
તમને જણાવી દઇએ કે, સારાએ બોલિવુડમાં ફિલ્મ “કેદારનાથ”થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતા. તે બાદ તે રણવીર સિંહ સાથેે ફિલ્મ “સિમ્બા”માં જોવા મળી હતી.