સારા અલી ખાન બોલીવુડની હિટ અભિનેત્રી બની ચુકી છે. ફિલ્મ ‘કેદારનાથ’થી સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યુ કરનારી સારા અલી ખાનને બેસ્ટ ડેબ્યુ એવોર્ડ પણ આપવામાં આવી ચુક્યો છે. જેના પછી સારાએ રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા’ કરી હતી તે પણ સુપરહિટ રહી હતી.
તાજેતરમાં જ સારાએ ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે એક મેગેજીન માટે કવર ફોટોશૂટ કરાવ્યું છે. આ બધા વચ્ચે સારાએ પિતા સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન વિશે જોડાયેલી એક ખાસ વાત ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. જેને જાણીને કોઈપણ હેરાન રહી જશે.
સારાએ જણાવ્યું કે જ્યારે તેના પિતા કરીના કપૂર સાથે લગ્ન કરી રહ્યા હતા ત્યારે તેની મમ્મીએ તેને સૌથી સુંદર લહેંગો અપાવ્યો હતો. સારાએ કહ્યું કે,”જ્યારે મારા પિતા કરીના કપૂર સાથે લગ્ન કરવા જઈ રહ્યા હતા ત્યારે મને સારી રીતે યાદ છે કે મારી માં મને લોકરની પાસે લઇ ગઈ અને ત્યાંથી બધા ઘરેણાં કાઢીને કહ્યું કે મારે ક્યાં ઘરેણા પહેરવા જોઈએ?
જેના પછી માં એ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાને ફોન કરીને કહ્યું કે સૈફ કરીના સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે અને હું ઇચ્છુ છું કે સારા સૌથી સુંદર દેખાય”.
વર્કફ્રન્ટની વાત કરીયે તો સારા અલી ખાન જલ્દી જ ફિલ્મ કુલી નંબર-1 માં જોવા મળશે. ફિલ્મમાં સારાની સાથે અભિનેતા વરુણ ધવન પણ મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ કુલી નંબર-1 ની રીમેક છે.
આ સિવાય સારાએ ફિલ્મ ‘લવ આજ કલ-2’ની શૂટિંગ પણ પુરી કરી લીધી છે. ફિલ્મમાં સારાની સાથે અભિનેતા કાર્તિક આર્યન જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.